________________
એવા આ છોકરાએ ૧૧૨૦ શૌચાલયો બંધાવ્યાં છે અને આઠ લાખ, ત્રેવીસ હજાર, બસો ને આડત્રીસ લોકોને સ્વચ્છ અને સુરક્ષિત પાણી પહોંચાડ્યું છે. આવી સફળતા મેળવનાર એવા આજના યુવાન રાયન રેલેકને કોઈએ પૂછ્યું, કે આવતી કાલની દુનિયા તમને કઈ રીતે યાદ રાખે, તેમ તમે ઇચ્છો છો ?
રાયને કહ્યું, ‘હું હજી માંડ વીસ વર્ષનો થયો છું એટલે આવી વાત અંગે ખરેખર કંઈ વિચારતો નથી. હું ઇચ્છતો નથી કે લોકો મારાં આ નાનાં પગલાંને કારણે મને મળેલા મારા સુખને યાદ કરે. આજે તો મારે માટે દુનિયામાં વધારેમાં વધારે લોકોની જીવનજરૂરિયાતો સંતોષાય એવી ચીજવસ્તુઓ મળી રહે તેવા પ્રયત્નો જ ઇચ્છનીય છે.’
રાયનના આ પ્રોજેક્ટમાં ઓપ્રાહ વિનફ્રે અને ડેવિડ સુઝુકિ જેવી ખ્યાતનામ વ્યક્તિઓએ પણ રસ દાખવ્યો. યુનિસેફ દ્વારા ગ્લોબલ યૂથ લીડર તરીકે માન્યતા મેળવનારા રાયનને ઓપ્રાહ વિનફ્રેએ પોતાના શોમાં નિમંત્રણ આપ્યું અને એનું સ્વાગત કરતાં કહ્યું કે, ‘તું એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે એક વ્યક્તિ, પછી ભલે તે ગમે તે વયની હોય, પણ એ ધારે તો પરિવર્તન લાવી શકે છે.'
યુવાન રાયનને આજે એ વેદના સતાવે છે કે આ પૃથ્વીના ગ્રહ પર લગભગ ૨.૪ અબજ લોકો પાસે બાથરૂમ કે ટૉયલેટ માટે સલામત જગા નથી અને તેમાં પાણીનો પ્રશ્ન સૌથી મોખરે છે ! આ કોયડાને ઉકેલવાનો એનો જંગ ચાલુ છે !
86 * જીવી જાણનારા