________________
મોં જ બંધ થવા ન દે. કસરત આકરી લાગવા માંડી. ક્યારેક થાકને લીધે અધવચ્ચે જ કસરત છોડી દેવાનો વિચાર કર્યો. ક્યારેક શરીર સાથ ન આપતાં ૨ડી પડવા લાગ્યો, એક વાર તો આ છોકરાએ વિચાર કર્યો કે આના કરતાં તો મરવું બહેતર છે,
એ આપઘાત કરવા ગયો પણ ખરો. પણ અંતરમાંથી અવાજ આવ્યો, અરે, ભીમ અને ભીષ્મનો ભાઈબંધ આટલો બધો ભીરુ ? હનુમાન અને લક્ષ્મણનો દોસ્ત આટલો બધો નિર્બળ ? હારે એ તો માનવી જ નહીં.”
આવી નિરાશા અને નિર્બળતા ઉપર મનની મક્કમતાથી વિજય મેળવ્યો. રોજ સવારે વહેલા ઊઠીને નવ કિલોમીટરની દોડ લગાવે અને લશ્કરી છાવણી સુધી પહોંચી જાય. અહીં સિપાઈઓ સાથે કુસ્તીના અવનવા દાવપેચ શીખે અને વળી પાછી નવ કિલોમીટરની દોડ લગાવીને ઘેર પાછો આવે. - ઘેર આવીને કશો આરામ કરવાનો નહીં. ઘેર પણ અખાડો બનાવ્યો. એમાં દોઢસો જેટલા જુવાનિયા કુસ્તી ખેલવા આવે. એ બધાની સાથે બરાબર કુસ્તી ચાલે અને પછી તરવા નીકળી પડે. તરીને બહાર નીકળે ત્યારે તો એટલો થાક લાગે કે પોતાના પગ પર ઊભો પણ ન રહી શકે. એના સાથીઓ એને ઉપાડીને ઘેર લઈ જતા. થોડો થાક ખાઈને સાંજ થતાં પાછી એની કસરત ચાલુ થતી. પંદરસોથી ત્રણ હજાર દંડ અને પાંચ હજારથી દસ હજાર બેઠક કરે.
બસ, રાતદિવસ એક જ રટણ. શરીર કેમ વધુ બળવાન બને એની જ લગની. રાત્રે સ્વપ્નાં પણ કુસ્તીનાં જ આવતાં.
એક વાર સ્વપ્નમાં કુસ્તી ચાલતી હતી અને તેમાં એવી બગલી લીધી કે કૂદીને પોતાના ખાટલામાંથી બીજાના ખાટલામાં ! ચારે કોર બુમરાણ મચી ગઈ. ઘરના માણસોને લાગ્યું કે રામમૂર્તિને કંઈ વળગાડ લાગુ પડ્યો છે. ભૂવાને પણ બોલાવ્યો. આખરે રામમૂર્તિએ પોતાને લાગેલા શરીરવિકાસના વળગાડની વાત કરી, ત્યારે સહુનાં મન હેઠાં બેઠાં, એ પછી તો આ જુવાન અખાડામાં જ રહેવા અને સૂવા લાગ્યો.
ટૂંક સમયમાં તો એ દમિયલ છોકરાએ, કાચંડો રંગ બદલે એમ, શરીરનો રંગ બદલી નાખ્યો. ક્યારેક હનુમાનજીની સામે ઊભો રહી કૂદકા મારે, ક્યારેક
98 * જીવી જાણનારા