________________
આહાર, સંસ્કૃતિ, શાંતિ અને સ્વાથ્ય માટેની જાગૃતિ જગાડવાનો છે. આ બાળકોમાં સંસ્કાર સિંચન કરવું, એ એમની વર્ષોની બૂરી આદતો અને કુટેવોને કારણે લોઢાના ચણા ચાવવા જેવું બની રહેતું. ક્યારેક રખડુ બાળકો એકાગ્ર બનીને અભ્યાસ કરતાં નહીં, તો ક્યારેક બૂરી આદતોનો શિકાર બની જતાં. આવી પરિસ્થિતિ હોવા છતાં એફરેને હકારાત્મક વલણથી કામ લીધું. નિષ્ફળતાઓ સામે નમ્યો નહીં.
એની ‘ડાયનેમિક ટિન કંપની’ પાસે આજે ૨૦00 જેટલા માર્ગદર્શક સભ્યો છે, જે ઓ દૂર-દૂરના પ્રદેશોમાં જઈને વાચન અને લેખન માટેનું મૂળભૂત શિક્ષણ આપે છે. એફરેન પોનાફલોરિડાના આવા વર્ગખંડો ‘કેરિટોન ક્લાસરૂમ' તરીકે ઓળખાય છે. આ વર્ગખંડોમાં આ છોકરાઓનું શૂન્યમાંથી સર્જન કરવામાં આવે છે. પહેલાં એમને વાચન-લેખનનો મહિમા સમજાવાય છે. ઉમદા જીવન જીવવાના પાઠ શીખવાય છે. એ રખડુ વિદ્યાર્થીઓને થયેલા ઘા અને ઉઝરડાની નાની-મોટી પાટાપિંડી કરે છે અને એની સાથોસાથ એમને આરોગ્યના પાયાના સિદ્ધાંતો શીખવે છે. આ વર્ગખંડોના સમૂહમાં એક ૨મતગમતનું કેન્દ્ર પણ આવેલું હોય છે. એમાં સરસ મજાનાં રમકડાં અને બાળકો હોંશે હોંશે વાંચે એવાં પુસ્તકો હોય છે. એફરેન જાણે છે કે આ ભૂખ્યાં બાળકોને માટે સૌથી પહેલી વાત ભોજન છે, આથી એ દરે ક બેઠકને અંતે બાળકો અને કિશોરોને કૅન્ટીનમાં નાસ્તા માટે મોકલે છે. ભૂખ્યાં બાળકોને માટે આહારપ્રાપ્તિ એ પ્રાથમિક પ્રેરકબળ બની રહે છે, જ્યારે એના ૨મતગમતના કેન્દ્રમાં કયૂટર લૅબ પણ સામેલ છે અને એમાં બેસીને આ બાળકો કમ્યુટર પર શૈક્ષણિક રમત રમે છે.
કયૂટરનો પરિચય સધાતાં તેમને ધીરે ધીરે ઇન્ટરનેટનો કેવી રીતે ઉપયોગ કરાય તે શીખવવામાં આવે છે અને આમ સાક્ષરતાના કાર્યક્રમનું વિસ્તરણ થતું જાય છે. રસ્તા પર, સ્ટેશન પર કે શેરીમાં ગંદી અને અશ્લીલ ગાળો બોલતો બાળક અહીં શિક્ષણ પામીને ઉમદા જીવનની વાત કરતો થાય છે. રખડવામાં જિંદગી પસાર કરનારો બાળકે અહીં કયૂટર અને ઇન્ટરનેટના ઉપયોગથી દુનિયા આખીનું જ્ઞાન મેળવે છે. મવાલીઓના હાથે મારપીટ ખાનારા બાળકને અહીં મોન્ટેસોરી પદ્ધતિએ શિક્ષણ મળે છે. અહીં બાળકનાં માતાપિતાને એક ફોર્મ ભરવું પડે છે, જેમાં એ ખાતરી આપે છે કે
70 * જીવી જાણનારા