________________
AUTIO
રખડુ બાળકો, પુશ કાર્ટ ક્લાસરૂમ અને પોતાની ટીમ સાથે એક્રેન એમનાં બાળકો નિયમિતપણે શાળામાં આવશે.
આ ગતિશીલ વર્ગખંડ ક્યાં ચાલે છે ? એ ચોતરફ કચરાનો ઢગલો થયો હોય તેવા શહેર કે ગામના દૂરના વિસ્તારમાં કે ગામને છેડે આવેલા સ્થાનિક કબ્રસ્તાનમાં પણ ચાલે છે. સામાજિક સંસ્થાના સભાખંડોમાં અને ખીચોખીચ ભરેલા બજારમાં પણ એ ચાલતા હોય. કચરો એકત્રિત કરવાના વિસ્તારમાં સિત્તેરથી એંસી જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે. આખી શેરીને એ વર્ગમાં પરિવર્તન કરી દે છે.
આ વર્ગમાં તમામ બાળકોને એકઠાં કરીને એકસાથે અભ્યાસ કરાવવામાં આવતો નથી. એનાં પાંચ જૂથ હોય, પહેલું જૂથ નિરક્ષર બાળકોનું, બીજું જૂથ બાલમંદિરનાં બાળકોનું, ત્રીજું જૂથ ૧ થી ૩ ધોરણ સુધીનાં બાળકોનું, ચોથું જૂથ ૪ થી ૬ ધોરણ સુધીનાં બાળકોનું અને પાંચમું જૂથ ૧૯ વર્ષ સુધીના યુવકોનું. ૧૯૯૭માં સ્થપાયેલા આ સંગઠનમાં આજે ૧૦,000 સભ્યો કાર્યરત છે. આને પરિણામે આ વિસ્તારની ગુનાખોરી ઓછી થઈ ગઈ. ઘણાં કુટુંબો એવાં હતાં કે જેમને માટે બાળકોને શાળામાં મોકલવાં પરવડે તેમ ન હતું. એમને માટે આ ગતિશીલ શાળાઓ વિકલ્પ બની ગઈ. આ વિસ્તારની તોફાની, રખડુ ટોળકીમાં ફસાયેલાં માસુમ બાળકો હવે ‘ડાયનેમિક ટિન કંપની નાં વિદ્યાર્થીઓ બની ગયાં છે !
સાગરના પેટાળમાંથી મોતીની ખોજ • 71