________________
વાંચન કરતાં એણે કહ્યું, ‘મારી મદદથી જે બાળકો બચ્યાં તે પૃથ્વી પરના મારા અસ્તિત્વનું પ્રમાણ છે, નહીં કે કોઈ ખિતાબ કે ભવ્યતાનું. મને હજી અફસોસ છે કે હું વધુ બાળકોને બચાવી શકી નહીં.”
ઇરેના માનતી કે ભલાઈ કરવી તે માનવજાતનો મૂળ ધર્મ છે આથી જો એણે આ કાર્ય કર્યું ન હોત તો મૃત્યુ સુધી એને એનો રંજ રહેત. જીવનભર માનવતા કાજે સંઘર્ષ ખેલનારી ઇરેના સેન્ડલરનું ૯૮ વર્ષની વયે ૨૦૧૨ની બારમી મેએ અવસાન થયું. એના જીવન પરથી તૈયાર થયેલું નાટક ‘લાઇફ ઇન એ જાર' આજે યુરોપનાં થિયેટર અને ટેલિવિઝન પર અપાર ચાહના પામી રહ્યું છે.
બરણીમાં જીવન • 13