________________
સામાં ન
ટ65
25
₹3sode,
એકલવીર માંઝી
માનવીના ચિત્તમાં ઊઠતા તરંગને કોઈ વય, જાતિ કે વર્ણ હોતાં નથી !
એ સામાન્ય માનવીના મનમાંય જાગે. કોઈ વિચારકના ચિત્તમાંય રમે. તરંગ એ માનવમનનો લીલોછમ મનમોજી રંગ છે !
એક સીધાસાદા ગરીબ માનવીના મનમાં એવો મોટો તરંગ જાગ્યો કે ચાલ, એકલે હાથે આ ઊંચી ટેકરીને તોડી નાખું. કોદાળી-પાવડાથી એને ખોદી નાખું ! એવો મોટો રસ્તો બનાવું કે સહુ કોઈ આસાનીથી એની પાર જઈ શકે ! માણસ પણ જાય ને વાહનેય જાય ! કારણ આ ઊંચી ટેકરી એ મારા જીવનની સૌથી મોટી આફત છે ! મજૂરી માટેય એને રોજ ઓળંગવી પડે ! પાણી માટેય એને પાર કરવી પડે ! ડગલે ને પગલે આ આફત સામે જ મળે !
દશરથ માંઝી