________________
આ ટેકરી તોડીને રસ્તો બનાવું, જેથી મારી પત્નીને રોજ પહાડ ચડીને બીજે ગામ પાણી ભરવા જવું પડે છે, તે આસાન બની જાય, વાત પણ સાચી હતી કે આ દેશમાંના અનેક વિસ્તારોમાં આજે પાણી અત્યંત દુર્લભ છે અને ભોજન એ અતિ દુર્લભ છે ! દશરથની પત્ની ફગુની દેવીને રોજ સવારે ગેહલુર ટેકરી પાર કરીને પાણી ભરવા માટે છેક બાજુના ગામ સુધી જવું પડતું હતું.
વળી દશરથ માંઝીના મનમાં તરંગ જાગે કે આ દુનિયા તો મારાથી રૂઠેલી છે, પણ દેવ પણ રૂઠેલા લાગે છે ! એણે સાંભળ્યું હતું કે સતયુગ, દ્વાપરયુગ અને ત્રેતાયુગમાં આ પહાડ પર પવિત્ર દેવો નિવાસ કરતા હતા. એ ભલાભોળા મનથી વિચારતો કે આટલા આટલા યુગના યુગ પસાર થયા, પણ કોઈ દેવે કેમ આ ટેકરીની વચ્ચેથી જવાનો રસ્તો ન બનાવ્યો ? માનવ પર દયા અને કૃપા વરસાવવા કોઈ દયાળુ દેવને કેમ આટલી સીધી-સાદી વાત નહીં સમજાઈ હોય ? દશરથ માંઝીના મનમાં આ પ્રશ્નાર્થ રોજ મોટો ને મોટો થતો રહે. વળી એક દિવસ એના મનમાં એવો તરંગ જાગ્યો કે કદાચ દેવોએ જાણી જોઈને આ કામ કર્યું નહીં હોય. આ કામ એમણે પોતાને માટે બાકી રાખ્યું હશે !
૧૯૩૪માં જન્મેલો દશરથ માંઝી અનુસૂચિત જાતિ તરીકે ઓળખાતી મુસહર જાતિનો હતો. દુનિયા ભલે ૨૧મી સદીમાં જીવતી હોય, પરંતુ બિહારની આ જાતિ અત્યંત ગરીબ અને અતિ પછાત દશામાં જિદગી બસર કરે છે ! એને પાણી માટે મરવું પડે છે અને ભોજન માટે જીવ નિચોવવો પડે છે ! અસ્પૃશ્યતા નિવારણની ભલે ગમે તેટલી મોટી મોટી વાતો થાય, તોપણ આ જાતિને બિહારના કેટલાક ભાગોમાં અસ્પૃશ્ય જ માનવામાં આવે છે. આ જાતિના લોકો જંગલમાં ઠેરઠેર ભટકીને મધમાખીના મધપૂડામાંથી મધ એકઠું કરે છે અને પછી વેચવા નીકળે. તો કોઈ જંગલમાં જઈને વૃક્ષોનાં પાંદડાં એકઠાં કરી પતરાળાં જેવાં થાળી-વાડકા બનાવીને નજીવી આવક પર જિંદગી ગુજારે ! આ જાતિને આર્ય કે વનવાસી પ્રજા તરીકે ઓળખવામાં આવે છે, પણ એ આ સમાજ માં હોવા છતાં સમાજ થી એકદમ અળગી રહે છે, તેઓ મોટેભાગે દલિતોની વસાહતોમાં વસે છે, પણ આશ્ચર્યની વાત એ છે કે વસાહતમાં રહેનાર દલિત લોકો પણ આ મુસહર જાતિને અડકે નહીં ! આ જાતિ મોટેભાગે
એકલવીર માંઝી * 15