________________
અસ્તિત્વમાં આવ્યું. ગાઝા અને વેસ્ટ બેંક જેવા વિસ્તાર પર પ્રભુત્વ જમાવવા માટે ઇઝરાઇલે ભીષણ આક્રમણોનો દોર સતત ચાલુ રાખ્યો. સામે પેલેસ્ટાઇને એની સામે ઝીંક ઝીલવામાં કશું બાકી રાખ્યું નહીં. આરબ દેશોએ ઇઝરાઇલના વિનાશ માટે સઘળા પ્રયત્નો અજમાવી જોયા, પરંતુ ઇઝરાઇલના મક્કમ મનોબળની સામે આરબ દેશોના હાથ પણ હેઠા પડ્યા.
પેલેસ્ટાઇનવાસીઓની વસ્તીથી ગીચોગીચ ભરેલા ગાઝા વિસ્તારના આરબોને ઇઝરાઇલની મનસૂફી પ્રમાણે જીવવું પડે છે. ઇઝરાઇલ આરબોના ભયને કારણે અસલામતી અનુભવે છે, તો ગાઝાના હજારો નિર્દોષ પેલેસ્ટાઇનવાસીઓ પર બૉમ્બમારો કરીને ઇઝરાઇલ આતંક મચાવે છે. બંને દેશો વચ્ચે અવિરતપણે યુદ્ધ ચાલે છે. ઇઝરાઇલે ગાઝાન કારાવાસની કોટડીમાં ફેરવી નાખ્યું છે.
આવા પેલેસ્ટાઇનના નિર્વાસિતો માટેના બેથલેહેમમાં આવેલી છાવણીમાં હાનન અલ હૉરૂબનો જન્મ થયો. મોત અને હિંસાના ભય વચ્ચે એ શ્વાસ લેતી હતી. હાનને નિશાળનો અભ્યાસ શરૂ કર્યો. શિક્ષિકા તરીકે કામગીરી પણ મળી. એની ઇચ્છા તો વધુ અભ્યાસ કરીને આગળ વધવાની હતી, પરંતુ પોતાની યોજનાને તિલાંજલિ આપવી પડી. કારણ કે ૧૯૮૭થી ૧૯૯૩ના વર્ષ દરમિયાન પેલેસ્ટાઇનની યુનિવર્સિટીઓને તાળાં મારવામાં આવ્યાં. એ દરમિયાન હાનનનાં લગ્ન થયાં અને એ પાંચ બાળકોની માતા બની.
- ઈ. સ. 2000માં એનું સૌથી નાનું સંતાન શાળાએ જવા લાગ્યું, ત્યારે હાનને ફરી યુનિવર્સિટીમાં ખંડસમયનું શિક્ષણ લેવાનું શરૂ કર્યું. એના પતિ હૉર્બ એમની બે દીકરીઓ બેથલેહામ નજીકના ચેકપૉઇન્ટ પરથી પસાર થતા હતા, ત્યારે ઇઝરાઇલી સૈનિકોની આડેધડ આવેલી ગોળીઓથી ગંભીર રીતે ઘવાયા. હૉરૂ બના ખભા પર ગોળી વાગી હતી અને આ પરિસ્થિતિને કારણે હાનનની બંને દીકરીઓ ડઘાઈ ગઈ હતી. આ ઘટનાએ એ દીકરીઓના ચહેરા પરનું નૂર હરી લીધું. એમની કીકીઓમાં ભય હતો. મનમાં અજાણ્યો ડર રહેતો અને એમને જિવાતા જીવનમાં કોઈ રસ રહ્યો નહીં. આવાં બાળકોને શિક્ષણમાં તો ક્યાંથી રસ જાગે ?
હાનને જોયું કે પેલેસ્ટાઇનમાં છાશવારે આવી ઘટના બનતી રહે છે, પણ
Il4 • જીવી જાણનારા