________________
ઇલેક્ટ્રિક હીલચૅર સાથે ડૉ. રમેલ ટેડ માનસિક વિટંબણાની વાત કે વર્ણન લખવાને બદલે માત્ર એટલું જ લખ્યું, ‘હમણાં ખરાબ દિવસો જાય છે.'
| જિંદગીનો વળાંક કેવો આવશે એની ડૉ. રમેલ ટેડને કલ્પના નહોતી. હવે કરવું પણ શું ? જાણે હર્યાભર્યા બાગ જેવી જિંદગી એકાએક ઉજ્જડ થઈ ગઈ ન હોય ! સતત પ્રવૃત્તિશીલ સર્જનને હવે એક ડગલું ભરવા માટે પણ વહીલચૅરનો સહારો લેવો પડતો. એમ કરવા જતાં પારાવાર શારીરિક વેદના અનુભવવી પડતી. આવી મજબૂર જિંદગી પર એક વાર તો એવી નફરત જાગી કે માથા પર રિવોલ્વર તાકીને ગોળીથી જિંદગીનો અંત આણી દઉં ! પણ એ સમયે વહાલી પત્ની કેથરીન યાદ આવી. પોતાનાં સંતાનો અને પૌત્રોની છબી મનમાં ઊભરી આવી અને સર્જને એકાએક મનમાં વીજળીની પેઠે ચમકેલા એ વિચારને સદાને માટે રુખસદ આપી.
વિચાર કર્યો કે ગૉલ્ફની રમત રમવા જાઉં તો કેવું ! એના વિશાળ મેદાન પર મોટર સંચાલિત વહીલચૅરથી હરી-ફરી શકાશે. એ હરિયાળા મેદાનને જોઈને મનમાં આનંદ થશે અને મનપસંદ ગોલ્ફની રમતમાં ખેલવાથી થોડી
ઊંચું તાક નિશાન • 75