________________
મજા પણ આવશે. ગૉલ્ફના મેદાન પર ગયા. મોટર સંચાલિત ગૉલ્ફચૅરનો ઉપયોગ કરીને એ બંને હાથ વડે ટટ્ટાર રહી સહેજ નીચે ઝૂકવા માટે સક્ષમ બન્યા અને ધીરે ધીરે દડાને બસ્સો વાર જેટલો દૂર ફટકારવા લાગ્યા. પોતાની પ્રિય રમતમાં ભાગ લેવાનું તો શરૂ કર્યું. હવે પ્રિય પ્રવૃત્તિનો પુનઃપ્રારંભ કરવાની ઇચ્છા જાગી.
ભાની સર્જરીના આ નિષ્ણાત સર્જન ઑપરેશન ખંડમાં પાછા જઈને ઑપરેશન કરવા ચાહતા હતા. મિત્રોને તો લાગ્યું કે સર્જન બિચારા હવાઈ કલ્પનાઓમાં રાચે છે ! મનની નિર્બળતાને કારણે કદાચ આવા અશક્ય વિચારો ઘર કરી જતા હશે, પરંતુ ડૉ. રમેલ ટેડની પત્ની કૅથરીન પોતાના પતિના દિલનો ઉત્કટ જુસ્સો બરાબર જાળવતી હતી. પૅરાલિસિસને કારણે શારીરિક તકલીફોનો હસતે મુખે સામનો કરવાની એમની આશાવાદી ભાવના જોતી હતી. આવો ઉત્કટ જુસ્સો જોઈને સ્વયં કૅથરીને કહ્યું, ‘તમે જેમ ગૉલ્ફના મેદાન પર ગયા અને ગોલ્ફ રમ્યા, એ જ રીતે ઑપરેશન થિયેટરમાં જઈને દર્દીઓનાં હાડકાંનાં ઑપરેશન કરશો જ, એમાં મને કોઈ શંકા નથી.’
વળી આ ઑર્થોપેડિક સર્જનનું કામ માત્ર થોડીક દવાઓ લખી આપવાનું કે મેડિકલ ટેસ્ટની સૂચનાઓ આપવાનું નહોતું, પરંતુ ઑપરેશન ટેબલ પર દર્દીનું ઑપરેશન કરવાનું હતું. ડૉ. રમેલના મનમાં એક જ વાત હતી કે ‘જિંદગીમાં તમારી પાસે હોય તે છિનવાઈ જાય ત્યારે તેને પુનઃ મેળવવા માટે પ્રબળ પુરુષાર્થ કરો' અને એવા પ્રબળ પુરુષાર્થના પ્રારંભે એમણો પ્રોગ્રેસ વેસ્ટ હૉસ્પિટલ અને બાન્સ જ્યુઇશ હૉસ્પિટલના પ્રેસિડેન્ટ જ્હોન એન્ટનો સંપર્ક સાધ્યો.
આ જહોન એન્ટે સર્જરીના પોશાકમાં ઇલેક્ટ્રિક વહીલચૅરની મદદથી ડૉ. રમેલ ટેડને ઑપરેશન થિયેટરમાં ઓપરેશન કરી શકે એવી ગોઠવણ કરી આપી. પ્રોગ્રેસ વેસ્ટ હૉસ્પિટલનું ઑપરેશન થિયેટર પર પક્ષાઘાતગ્રસ્ત સર્જનને અનુકૂળ આવે તેવું હતું. જૂની હૉસ્પિટલોમાં આવી સગવડ નહોતી, પરંતુ આ હૉસ્પિટલમાં એના જંતુરહિત ઑપરેશન થિયેટરમાં ડૉક્ટરની હીલચૅરને જંતુરહિત કપડાંથી આવરી લેવાય તેવી વ્યવસ્થા હતી. | ડૉ. ૨મેલ ટેડના જીવનમાં આશાનું નવું પ્રભાત ઊગ્યું. એમને થિયેટરમાં
76 * જીવી જાણનારા