________________
ઇલેક્ટ્રિક વ્હીલચૅર સાથે ઓપરેશન કરતા ડૉ. રમેલ ટેડ
ઑપરેશન કરવાની પરવાનગી મળી. હૉસ્પિટલના પ્રેસિડેન્ટ જ્હોન એન્ટ આ ડૉક્ટરને છ વર્ષથી ઓળખતા હતા અને પ્રતિકૂળતા પર સંકલ્પબળથી વિજય મેળવવાની ડૉ. રમેલ ટેડની શક્તિ પર આફરીન પોકારી ગયા હતા. સર્જન પહેલી વાર વહીલચૅરમાં બેસીને ઑપરેશન થિયેટર ભણી ગયા. એમની પત્ની કૅથરીને એમને વહાલભર્યું આલિંગન આપ્યું. ઑપરેશન થિયેટરના સ્ટાફની તાળીઓના ગડગડાટ વચ્ચે આ સર્જને ૨૦૧૨ના ડિસેમ્બરમાં ડેવ શેલ્ટનનું ઓપરેશન કરવા ગયા.
મજાની વાત એ હતી કે ડેવ શેલ્ટનની પત્નીનું વર્ષો પહેલાં ડૉ. રમેલ ટેડે જ ઑપરેશન કર્યું હતું. શેલ્ટનને એમની પાસે ઑપરેશન કરાવવાની ઉત્સુકતા હતી અને તેથી એમણે એ સમયે કહ્યું, ‘મને સહેજ પણ ચિંતા થતી નથી. હું તો તમને તમારા નિયમિત ક્રમમાં જોવા માટે આતુર છું.’
આ સમયે ડૉ. રમેલ ટેડે પોતાની વ્હીલચેરમાં બેસતાં શેલ્ટન સાથે હળવી મજાક કરતાં કહ્યું, ‘તમે ઑપરેશન સમયે મારા ચહેરાને બરાબર જોજો. જો ચહેરાનો રંગ બદલાઈ ગયો હોય, તો માનજો કે કંઈક અઘટિત બન્યું છે.'
ઊંચું તાક નિશાન + 77