________________
અર્ધા માનવીનો અર્ધી કિંમતનો સ્ટોર
પારાવાર પીડા, અકથ્ય વેદના, મૃત્યુનો ભય અને નિષ્ફળતાની પૂર્ણ શક્યતા સામે દેખાતી હોય, ત્યારે એના તરફ નજર સુધ્ધાં ઠેરવ્યા વિના માનવી એના પ્રયત્નો કર્યો જાય, તો તે કઈ સિદ્ધિ પામી શકે ? જીવનમાં આવેલા મહાદુર્ભાગ્યના વિચારો અળગા રાખીને, માત્ર સદ્ભાગ્ય સર્જવાનો વિચાર કરે, ત્યારે માનવીના પુરુષાર્થ આગળ પીડા પરાજય પામે છે, નિષ્ફળતા બાજુ એ ખસી જાય છે અને ખુદ મૃત્યુ પણ નિકટ આવતાં ગભરાય છે.
ચીનના હુનન રાજ્યમાં જન્મેલ પેન્ગ શુઇલીન ૧૯૯૫માં શેનઝેનના રસ્તે પસાર થતો હતો, ત્યારે સામેથી પુષ્કળ સામાન ભરેલી ટ્રક એના પર ધસી આવી અને એના શરીરના અર્ધથી બે ટુકડા કરી નાખ્યા. એના શરીરનો નીચેનો ભાગ અને એના બંને પગ એવા કપાઈ ગયા કે જેને કોઈ રીતે સાંધી
પેગ શુઈલીન