________________
જર્મન છૂપી પોલીસે ઇરેનાનું મોં ખોલાવવા માટે અનેક ઉપાયો અજમાવ્યા. ક્યારેક પ્રલોભન આપીને તો ક્યારેક સિતમ આપીને એની પાસેથી સાચી વાત કઢાવવા કોશિશ કરી, પણ ઇરેનાએ ન તો પોતાના સાથીદારોનાં નામ આપ્યો કે ન તો પોતે છુપાવેલાં બાળકો અંગે કોઈ અણસાર આપ્યો, પરંતુ જર્મન પોલીસના આ સિતમને કારણે ઇરેના સદાને માટે પાંગળી અને વિકલાંગ બની ગઈ, પણ એનો જુસ્સો તો એટલો ને એટલો જ રહ્યો. યાતનાથી ન મરે તેને ફાંસી આપવી એવો રિવાજ હતો. ઇરેના યાતના સામે ઝૂકી નહીં એટલે એને મોતની સજા ફરમાવવામાં આવી. ફાંસી આપવાનો દિવસ આવી પહોંચ્યો.
ઇરેનાની એ આખરી ઘડી હતી, પરંતુ એ ભૂગર્ભમાં ચાલતી પ્રતિકાર સંસ્થા “ઝેગોટા’ સાથે પહેલેથી જોડાયેલી હતી. આ ઝેગોટાના સભ્યોએ જર્મન પોલીસને લાંચ આપી. આ લાંચને પરિણામે ઇરેનાની ફાંસી અટકી ગઈ. એક દિવસ એણે જેલમાંથી નાસી છૂટવાનું આયોજન કર્યું. ચોતરફ જાનનું જોખમ હતું. નાઝી સૈનિકોની ક્રૂર નિર્દયતા હતી અને એ સમયે આવો પ્રયત્ન કરવો, એ અત્યંત જોખમી હતો, પરંતુ ઇરેનાનો જુસ્સો એટલો જ હતો. એણે જેલમાંથી નાસી છૂટવા કોશિશ કરી અને એ સફળ થઈ. જર્મન પોલીસ જાગી ઊઠી, એનું ગુપ્તચર તંત્ર સાબદું થઈ ગયું, આમ છતાં યુદ્ધની સમાપ્તિ સુધી નાઝીઓ ઇરેનાની તપાસ કરતા રહ્યા અને ઇરેના પકડાઈ નહીં.
આખરે હિટલરનાં વળતાં પાણી થયાં. એક પછી એક પરાજય સહેવા પડ્યા અને યુદ્ધ પૂરું થતાં જ ઇરેનાએ પોતે સંતાડેલી બરણી શોધી કાઢી. એ બરણીમાં એણે એ યહૂદી બાળકોની સાચી ઓળખ લખી હતી. ઇરેનાએ એને આધારે આખા યુરોપમાં ફેલાયેલા એમના કુટુંબીજનોને શોધી કાઢયા અને એ બાળકોને એમની પાસે પહોંચાડ્યાં. કેટલાંકનાં માતાપિતા હિટલરના ‘હૉલોકાસ્ટ'માં સળગીને ખાખ થઈ ગયાં હતાં. ઇરેનાએ
એ બાળકોની સંભાળ લેવાની વ્યવસ્થા કરી અને થોડા સમયમાં તો વિશ્વભરમાં ઇરેનાની કામગીરી જાણીતી થઈ, અખબારોમાં એની તસવીર જોઈને એક પેઇન્ટરે એને ફોન કર્યો, ‘જોલાન્ટા, મને તમારો ચહેરો યાદ
બરણીમાં જીવન - 11