________________
રઝિયા પોતાનો શક્ય તેટલો સમય શાળામાં વિતાવે છે. વર્ષમાં ત્રણેક વાર શાળામાં અભ્યાસ કરતી બાળાઓના પિતા અને દાદાની સાથે વાર્તાલાપ કરે છે. આસપાસના સમાજના વડીલોને સ્નેહભાવે મળે છે અને બાળાઓની કેળવણી માટે એમનો સાથ મેળવવા પ્રયત્ન કરે છે. શાળાના આ કામ માટે એ કોઈ વેતન લેતી નથી. એ માને છે કે “જે કેળવણી આજે ભવિષ્યની અફઘાન નારી લે છે, તે ભવિષ્યની આવનારી પેઢીને માટે અને સમગ્ર દેશને માટે લાભ કર્તા છે.’
રઝિયાએ જુબિલી એજ્યુકેશન સેન્ટર દ્વારા આ શાળાની સ્થાપના કરી. આ છોકરીઓને એ વિનામૂલ્ય કેળવણી આપે છે. એક બાળાના શિક્ષણની પાછળ ૩00 ડૉલર જેટલો ખર્ચ થાય છે, જે એ ડોનેશન દ્વારા મેળવે છે. રઝિયાની શાળામાં ગણિત, વિજ્ઞાન અને ધાર્મિક શિક્ષણ અપાય છે. અંગ્રેજી, ફારસી અને પત્ન ભાષાનું શિક્ષણ અપાય છે. એમાં વળી રઝિયાએ એક નવું કામ કર્યું. ઇન્ટરનેટ સાથે કમ્યુટર લંબનો ઉમેરો કર્યો અને પરિણામે રઝિયાની વિદ્યાર્થિનીઓ શાળાના ખંડમાં બેસીને આખી દુનિયાને સ્પર્શી શકે છે અને એમાંથી મળતા જ્ઞાનને કોઈ છીનવી શકે તેવું નથી.
આજે રઝિયા વિચારે છે કે એના વતન અફઘાનિસ્તાનને માટે શિક્ષણનો પ્રસાર એ માટે વધુ જરૂરી છે, કારણ કે પાંચમા ભાગના અફઘાનો આજે ૭ થી ૧૨ વર્ષની ઉંમર ધરાવે છે. રઝિયાની નજ૨ આવતીકાલના અફઘાનિસ્તાન પર છે અને વિચારે છે કે આગામી દસ-પંદર વર્ષમાં તો આ બાળકો ઉત્તમ શિક્ષણ પામેલાં સર્વશ્રેષ્ઠ બાળકો હશે.
અત્યારે રઝિયાના જુબિલી સેન્ટરમાં બાળમંદિરથી આઠમા ધોરણ સુધીની કેળવણી આપવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં સાત નાનાં ગામડાંઓ બનીને એક જિલ્લો બને છે, જ્યાં એક સ્કૂલ હોય. જોકે તાલિબાન અંકુશિત જિલ્લાઓમાં લોકોને શિક્ષણ પ્રતિ આકર્ષવાનું કામ રઝિયાને વિશેષ કઠિન લાગે છે, આમ છતાં એના જેવી નીડર શિક્ષિકાને કારણે ભયાનક અને લોહિયાળ હિંસાની વચ્ચે આશાનું નાનું એવું કિરણ ઊગ્યું છે અને રઝિયા સમય મળે માનવતાનાં કાર્યો પણ કરતી રહે છે.
૨00૮ના ઑક્ટોબરમાં એ કાબુલ ગઈ, ત્યારે એણે એફઘાનિસ્તાનના
58 * જીવી જાણનારા