________________
ફેલાવતી કે યહૂદી કુટુંબીઓ ચેપી ગણાતા વિષમ જ્વર અને ક્ષય રોગથી પીડાય છે. ચેપી રોગના ભયને કારણે વેરભર્યા વિકૃત માનસ ધરાવનારાઓ દૂર રહેતા હતા.
ધીરે ધીરે હિટલરનો પંજો ફેલાતો જતો હતો. હિટલરે પોલૅન્ડને જીતી લીધું અને એ પછી ૧૯૪૦ની વસંતઋતુમાં એણે ડેન્માર્ક, નૉર્વે, નેધરલૅન્ડ, બેલ્જિયમ અને લક્સમબર્ગ પણ જીતી લીધા અને ૧૯૪૦ની ૨૨મી જૂને ફ્રાંસે પણ નાઝીઓ સામે પરાજય સ્વીકાર્યો.
કુશળ નર્સ તરીકે
હિટલરની વિજયયાત્રા જુદા જુદા દેશના યહૂદીઓને માટે જીવતા મોતની મુસાફરી બનતી હતી. ઇરેના સેન્ડલર વાડામાં જીવતા યહૂદીઓની મદદ કરવા માટે પોલૅન્ડમાં રચાયેલી અને ભૂગર્ભમાં રહીને પ્રતિકાર રૂપે આંદોલન કરતી ઝેગોટા’ સંસ્થામાં જોડાઈ. આ સંસ્થા માસૂમ યહૂદી બાળકોને મોતના પંજામાંથી મુક્ત કરાવવા માટે ઝઝૂમતી હતી. ઇરેનાને માટે આ સ્થિતિ અત્યંત હૃદયદ્રાવક હતી. જીવનભર જેમના હિતને માટે ઝઝૂમતી રહી, એવા યહૂદીઓનાં માસૂમ બાળકોને તડફડીને મૃત્યુ પામતાં જોવા એ તૈયાર નહોતી અને તેથી નાઝીઓના લોખંડી શાસન સામે પડકાર કરવાનો નિર્ધાર કર્યો.
એક યુવતીને માટે આ ઘણું કપરું કામ હતું. એણે ગોંધી રાખવામાં આવેલા યહૂદીઓની મુલાકાત અને સંભાળ લેવાની એક ઉમદા તક ખોળી કાઢી. સેનિટેશન ઇન્સ્પેક્ટર તરીકે એણે વોર્સોના યહૂદીઓથી ભરેલા ખીચોખીચ ગેટો(વાડો)માં આવવા-જવાની પરવાનગી મેળવી લીધી. એ રજાચિઠ્ઠીના સહારે એ રોજ ગેટોની મુલાકાત લેતી. એ કરુણાભીની આંખે રોગગ્રસ્ત અને યાતનાગ્રસ્ત યહૂદીઓની સ્થિતિ નિહાળતી, કેદમાં પુરાયેલા બરણીમાં જીવન * 7