________________
એ કોઈ ને કોઈ બહાના હેઠળ આ વિસ્તારમાં ઘૂમવા લાગતી. ક્યારેક નકામી પડી રહેલી પાઇપો આમતેમ ગોઠવતી અને એમ કરતાં કરતાં આસપાસની પરિસ્થિતિની જાત-તપાસ કરી લેતી. યહૂદીઓની હાલતનો અંદાજ કાઢીને એ મુજબ એમની જરૂરિયાતો પૂરી પાડવા પ્રયાસ કરતી હતી.
૧૯૩૯નો એ સમય હતો. હિટલરે જર્મન ભાષા બોલતા બધા વિસ્તારો પર વિજય હાંસલ કરવાની ઘોષણા કરી. એણે હું કાર કર્યો કે જર્મની અજેય છે અને સમગ્ર યુરોપ કે જગત પર રાજ્ય કરવાની એનામાં તાકાત છે. સરકારી નોકરીઓ, યુનિવર્સિટીઓ, શાળાઓ, વિવિધ વ્યવસાયો અને મૅનેજરના હોદાઓ પરથી યહૂદીઓને હાંકી કાઢ્યા. લાખો યહૂદીઓને પકડીને એમની નિર્દય હત્યા કરવાની વ્યવસ્થિત યોજના અમલમાં મૂકી. હિટલર એક પછી એક પ્રદેશોની માગણી કરતો હતો અને ફ્રાન્સ અને ગ્રેટ બ્રિટન જેવા એને સાંખી લેતા હતા.
૧૯૩૯ની પહેલી સપ્ટેમ્બરના દિવસે હિટલરે પોલૅન્ડ પર ચડાઈ કરી. નાઝીઓની ક્રૂરતાએ આખા રાષ્ટ્રને કંપાવી મૂક્યું. યહુદીઓની સ્થિતિ ભારે કપરી બની. યહૂદીઓનો વાડો ‘સીલ કરવામાં આવ્યો અને એ વાડાની દીવાલની પાછળ મોતની ઇંતેજારી કરતા યહુદીઓ નરેકથી પણ બદતર, જીવન જીવી રહ્યા હતા.
આવે સમયે ઇરેના ‘વોર્સે સોશિયલ વેલ્ફર ડિપાર્ટમેન્ટની વ્યવસ્થાપક હતી. જિલ્લાના દરેક શહેરમાં આ ડિપાર્ટમેન્ટ દ્વારા કેન્ટીનોનું સંચાલન થતું હતું. આ કંન્ટીનો દ્વારા અનાથો, વૃદ્ધો, ગરીબો અને નિરાધારોને આર્થિક સહાય, ભોજન અને બીજી આરોગ્ય-સેવાઓ આપવામાં આવતી હતી. ઇરેનાને યહૂદીઓને સહાય કરવાની તીવ્ર ઇચ્છા હતી, પણ કઈ રીતે કરી શકે ? જ્યાં યહૂદીઓને તત્કાળ મોતને ઘાટ ઉતારવાના હોય, ત્યાં ત્વરિત મદદની વાત કઈ રીતે થઈ શકે ? જો સરકારી તવાઈ ઊતરે તો પળવારમાં અપાર યાતના અને અંતિમ શ્વાસ મળે તેમ હતા. પણ ઇરેના ડગલું પાછું ભરે તેવી નહોતી. એણે ખોટાં ખ્રિસ્તી નામો હેઠળ લાચાર યહૂદીઓની નોંધણી કરી અને કેન્ટીન દ્વારા યહૂદીઓને વસ્ત્રો, દવાઓ અને પૈસા પૂરાં પાડ્યાં. સાથોસાથ સત્તાધીશો આ વિસ્તાર તરફ નજર ન કરે, તે માટે ઇરેના એવી ખબર પણ
6 • જીવી જાણનારા