________________
જેવા રામમૂર્તિને પારખી ગયું. તરત જ વાઘ તબેલા તરફ નાઠો.
ભલભલાની હિંમત ભાંગી જાય તેવો આ પ્રસંગ હતો. મોતને સામે ચાલીને તાલી આપવાની હતી, પણ રામમૂર્તિ તો બીક કે મોતને ક્યાં ઓળખતા હતા ? વાઘ તબેલા ભણી દોડ્યો અને રામમૂર્તિ પૂરા જોશથી એની પાછળ દોડ્યા. વાઘ તબેલામાં ઘૂસ્યો તો પોતે પણ તબેલામાં દાખલ થયા અને વાઘની પીઠ પર પાંચ-છ દંડા લગાવી દીધા.
પોતાનો શિકાર છીનવી લેનારા અને આ રીતે દંડો લગાવનારા રામમૂર્તિ પર હુમલો કરવા માટે વાઘ ઝનૂને ભરાઈને પાછો ફર્યો. રામમૂર્તિ એમ ગાંજ્યા જાય તેવા નહોતા. વાઘનો સામનો કરવા સામી છાતીએ એની તરફ ચાલ્યા. સામેથી ધસી આવતા વાઘને એમણે તરત જ પોતાની બાથમાં પકડી લીધો અને જમીન પર દબાવી દીધો.
વનવીર પર નરવીરે વિજય મેળવ્યો. ભયાનક વાઘ ફરી વાર પાંજરાનું નિયમપાલક પ્રાણી બની ગયો.
એક પછી એક આફતો આવતી જતી હતી. અકસ્માતોનો પાર નહોતો, પરદેશી સરકારની પરેશાનીનો કોઈ અંત નહોતો. આમ છતાં જીવસટોસટનાં સંકટો વેઠીને રામમૂર્તિ હિંદની શક્તિનો પરચો બતાવે જતા હતા. હિંદુસ્તાનીઓના નિર્બળ અને નાજુક શરીરની વાતો કરનારાઓને રામમૂર્તિએ પોતાના કાર્યથી ચૂપ કરી દીધા. રામમૂર્તિના પહેલવાનોએ યુરોપમાં અણનમ ગણાતા પહેલવાનોને હરાવી દીધા. પહેલવાન ગામા અને ઇમામબક્ષ તો અજેય બનીને યુરોપથી પાછા ફર્યા.
રામમૂર્તિ કહેતા કે નિષ્ફળતાને જીવનમાં જોઈ જ નથી. કોઈ કામ એક વાર પાર ન પડે, તો બીજી વાર કરવું, પણ એને પાર પાડ્યે જ છૂટકો. ‘કાર્ય સાધયામિ વા દે... પાતયામિ' એ એમનું સૂત્ર હતું. તેઓ કહેતા : ‘ભલે મરી જવાય, પણ રામમૂર્તિ નિષ્ફળતા તો ભોગવવાનો જ નહીં.’
એક વાર ધ્રાંગધ્રામાં ૧૧૨ કિલોમીટરની ઝડપે જતી ૨૫ હોર્સપાવરની મોટર રોકવા પ્રયત્ન કર્યો. રામમૂર્તિ પેંતરો જમાવીને બરાબર ઊભા રહે એ પહેલાં તો હાંકનારે મોટર હાંકી દીધી. મોટરનો આંચકો આવતાં એમના પગની પિંડી ઊતરી ગઈ. તેઓ બેભાન થઈ ગયા. તરત દાક્તરને
106 * જીવી જાણનારા