________________
મોટરકારના વકીલની નીચે રામમૂર્તિ ચોતરફ હોહા થઈ ગઈ. વાઘ આસપાસનાં પશુઓ પર તૂટી પડ્યો. રોજ આપેલો ખોરાક ખાવો પડતો. આજ એને નિરાંતે શિકારની મોજ મળી. થોડી વારમાં તો ચારપાંચ બે કરાંને મારી નાખ્યાં.
આખાય સરકસમાં કાગારોળ મચી ગઈ. ઠેર ઠેરથી કારમી ચીસ ઊઠવા લાગી. વીજળીની ચાબુક, તીક્ષ્ણ ભાલા કે બંદૂક શોધવાનો સમય નહોતો. સહુ કોઈ મોતના ભયથી બેબાકળા બનીને નાસતા હતા.
રામમૂર્તિ જાનવરો તરફ ભારે દયાળુ હતા. જંગલી પ્રાણીઓને કદી ભૂખે મારતા નહીં. એમને પેટ ભરીને ખવડાવતા.
સંધ્યા કરી રહેલા રામમૂર્તિને મોતના તાંડવના સમાચાર મળ્યા. હથિયાર શોધવાનો તો સમય ન હતો. પ્રત્યેક પળ એક એક પ્રાણી કે પશુને મોતને ઘાટ ઉતારનારી હતી. આવે સમયે હથિયાર ક્યાં શોધવા જાય ? રામમૂર્તિની નજીકમાં જ એક જાડો દંડો પડ્યો હતો. દંડો ઉઠાવીને એ દોડ્યા.
સરકસના મેદાન વચ્ચે અને શિકાર કરેલાં બકરાંની આસપાસ ઘૂમતો વાઘ ઘૂરકી રહ્યો હતો. રામમૂર્તિ એની સામે આવ્યા. ખૂંખાર વાધ અને વીર રામમૂર્તિની આંખો મળી, આ ભયાનક જાનવર પણ ‘શેર ને માથે સવા શેર'
શૂરાને પહેલી સલામ * 105