________________
પેઢીઓની પેઢીઓ સુધી આ ટેકરી અમારા લોકોને માટે યાતનાનો પહાડ બની રહી છે. પાણી અને ભોજન જેવી બાબતોને નિર્દયતાથી આ ટેકરી છીનવી લે છે. હવે કરવું શું ?
મનમાં એ તરંગ તો પડ્યો હતો કે દેવતાએ એને આ ટેકરી તોડવા માટે જ જન્મ આપ્યો છે. એમાં એની પત્નીના પગ ભાંગી જતાં એણે મનોમન નક્કી કર્યું કે મારે આ ટેકરી તોડવી છે. પચ્ચીસ ઝૂંપડાંઓના ગેહલુર ગામના લોકોએ દશરથને તરંગી ગયો. કોઈએ કહ્યું કે પત્નીના પગ ભાંગી ગયા એટલે એ આની પાછળ ગાંડો થઈ ગયો છે, નહીં તો આવું કોઈ વિચારે ? ગામલોકો તો ઠીક, પરંતુ દશરથનાં માતા-પિતા અને પત્ની પણ એની વાતને મજાક માનીને ઉડાવી દેવા લાગ્યાં. સહુ સવાલ કરતાં કે તમે એકલે હાથે ક્યાંથી આ ટેકરી તોડી શકશો ? પણ દશરથ જાણતો હતો કે આ કામ એકલે હાથે જ કરવું પડશે. આમાં સરકાર કે કોઈ ધારાસભ્યની સહાય મળે તેવું નથી. જો ટેકરીની વચ્ચેથી રસ્તો થાય તો એની પેલે પાર આવેલા વઝિરગંજ ગામ સુધી સરળતાથી પહોંચી શકાય અને આવું બને તો પાણીને માટે ટેકરીના ચઢાણઉતરાણમાંથી મુક્તિ મળે. સામે પાર આવેલાં ખેતરોમાં મજૂરી કરવા માટે સરળતાથી પહોંચી જવાય.
દશરથ હથોડા, છીણી, પાવડા અને દોરડાં લઈ આવ્યો અને આ એકલા પાગલ માનવીએ પહાડ તોડીને રસ્તો બનાવવાનું નક્કી કર્યું. સાધનો લાવવા માટે એણે એની બકરીઓ વેચી દીધી. વળી ગામના ઝૂંપડામાંથી છેક ટેકરી સુધી આવતાં એને ઘણો સમય લાગતો હતો. સાંજ પડ્યું કામ બંધ કરવું પડતું. હતું. વહેલી સવારથી મોડી રાત સુધી કામ ચાલે એ માટે ટેકરીની નજીક ઝૂંપડું બાંધીને રહેવા લાગ્યો.
એકલે હાથે ટેકરી તોડીને રસ્તો બનાવવો એ ભગીરથ કામ હતું. ક્યારેક જોરથી આંધી ફૂંકાતી, તો ક્યારેક મુશળધાર વરસાદ વરસતો, છતાં દશરથ એના સંકલ્પમાંથી સહેજે ડગ્યો નહીં.
એને પહાડ તોડતો જોઈને કેટલાક પાગલ ગણી મજાક કરતા, તો કેટલાક તરંગી કહીને બેવકૂફ પુરવાર કરતા હતા. કોઈ એના તરફ નજર નાખીને ચાલ્યો જતા અને એકાદ ૨ડ્યો-ખડ્યો માનવી એના કામમાં થોડી વાર
18 * જીવી જાણનારા