________________
2 56 46) 10
e are the CINGE!
રખડુ બાળકો માટે ઠેલણગાડીમાં નિશાળ ચલાવતો એફરેન છૂટ્યો !
એફરેનને પહેલાં તો એ ઘટનાથી તીવ્ર આઘાત લાગ્યો. દિવસો સુધી ભયના ઓથાર હેઠળ જીવતો રહ્યો, પરંતુ એક દિવસ એણે નક્કી કર્યું કે આવી રખડુ ટોળી સાથે વેરની વસૂલાત કરવાનો કોઈ અર્થ નથી. એમને તો જિંદગીનો સાચો રાહ ચીંધવો જોઈએ. એમના પ્રત્યે ધૃણા કે તિરસ્કારને બદલે સભાવ અને આત્મીયતા દાખવવાં જોઈએ. આથી એણે ૧૯૯૭માં એક સંસ્થાની સ્થાપના કરી અને એનું નામ રાખ્યું ‘ડાઇનેમિક ટીન કંપની'. સોળ વર્ષના એફરનનો ઇરાદો એવો હતો કે પાંચથી પંદર વર્ષનાં રસ્તે ૨ઝળતાં ગરીબ, નિરક્ષર બાળકોને એક જગાએ એકઠાં કરવાં અને એમને ટેબલ, ખુરશી, પેન અને પુસ્તકો આપીને ભણવા બેસાડવા.
એની સામે વિરાટ સમસ્યા એ ઊભી થઈ કે આવાં બાળકોને શિક્ષણ આપવું કઈ રીતે ? એમાં પણ કેવાઇટ જેવા ફિલિપાઇન્સના અતિ ગરીબ પ્રદેશમાં તો નિશાળોમાંય પૂરી સગવડ ન મળે, ત્યાં ટેબલ-ખુરશી ધરાવતી મોબાઇલ નિશાળની કલ્પના ક્યાંથી કરવી ? સામે પારાવાર મુશ્કેલીઓ હતી, પણ એની સાથે એફરેન પેનાલોરિડાનો એક હેતુ હતો કે મારે આ બાળકોના દિલમાં જ્ઞાન અને સદ્-આચારની જ્યોત જલાવવી છે.
સાગરના પેટાળમાંથી મોતીની ખોજ • 67