________________
વિકલાંગ લોકોને એ વહીલચેર પર બેસીને હસતો હસતો પ્રવચન આપવા જાય છે અને એની જિંદગી જોઈને ઘણી વ્યક્તિઓ ક્ષુલ્લક અને દુઃખદાયી બાબતો પર રોંદણાં રોવાનું બંધ કરી દે છે.
આખા ચીનમાં એણે પોતાના સ્ટોર્સ શરૂ કર્યા. અહીં દરેક ચીજ અડધી કિંમતે મળે છે અને આવા સ્ટોર્સની શૃંખલા સર્જી. આજે પેન્ગનું નામ ચીનના લાખોપતિ વેપારીઓની યાદીમાં મુકાયું છે.
એ મોજથી પોતાનું કામ કરે છે અને કહે છે કે ‘તમારી વિચારધારા બદલશો તો જિંદગી બદલાઈ જશે.”
આજે પેન્ગ શુઇલીન પારાવાર વિપદા પર વિજયો મેળવનારા માનવીનું જીવંત દૃષ્ટાંત બની રહ્યો છે.
અર્ધા માનવીનો અર્ધી કીંમતનો સ્ટોર • 25