________________
કરી શકે.
મિલીએ બંનેને પોતાનો આ વિચાર કહ્યો. આ વાતે માર્ગારેટ અને રૂથને ઊંડા વિચારમાં ડુબાડી દીધો. એમની નિરાશ આંખોમાં આશાનો ચમકારો જાગ્યો, માર્ગારેટ અને રૂથ વાતે વળગ્યાં, કયાં કયાં ગીતો વગાડતાં આવડે છે એની ચર્ચામાં ડૂબી ગયાં. એક એવો સોનેરી દિવસ આવ્યો કે જ્યારે પિયાનોની બૅન્ચ પર આ બે મહિલાઓ પાસે પાસે બેસીને પિયાનો વગાડવા લાગી. પિયાનો પર એક લાંબા સુદૃઢ કાળા હાથની આંગળીઓ ફરતી હતી, તો એની વચ્ચે બીજી થોડી કરચલીવાળી શ્વેત હાથની આંગળીઓ રમતી હતી.
આ શ્વેત અને શ્યામ હાથ પિયાનોની ‘ઇબોની’ અને ‘આયવરી' કી પર ફરવા લાગ્યા.
માર્ગારેટ અને રૂથ બંનેના હૃદયમાં ફરી એક વાર પિયાનોના સૂર ગુંજવા લાગ્યા અને તેય એકસાથે ! લાગણીભીના હૃદયમાં જાગેલા સંગીતના સૂરો એ બંને વચ્ચેનું સામ્ય બીજા ઘણા સામ્યના સંકેતો આપી ગયું. માર્ગારેટ અને રૂથ બંનેએ પતિ અને પુત્ર ગુમાવ્યા હતા. બંનેને પ્રપૌત્રીઓ હતી. બંનેના હૃદયમાં શાશ્વત સંગીતની ગુંજ હતી, પછી તો બંને દિવસોના દિવસો સુધી સાથે મળીને પિયાનો વગાડવા લાગ્યાં.
માર્ગારેટ એનો પક્ષઘાતની અસર પામેલો હાથ રૂથની પીઠ પર રાખતી હતી અને રૂથ એનો ચેતનહીન ડાબો હાથ માર્ગારેટના ધૂંટણ પર ટેકવી રાખતી હતી.
રૂથનો શ્વેત હાથ ‘મૅલડી’ વગાડતો હતો અને માર્ગારેટનો મજબૂત ડાબો હાથ ‘એમ્પનિશમેન્ટ' વગાડતો હતો. બંનેએ દિવસોના દિવસો સુધી આ રીતે પિયાનો વગાડવાની તાલીમ લીધી. ક્યારેક માર્ગારેટ ચૂકી જાય, તો ક્વચિત રૂથ ભૂલી જાય ! ક્યારેક ભૂતકાળની બંને હાથે વગાડવાની ટેવ થાપ ખવડાવતી તો ક્યારેક માર્ગારેટની કી-ચાવી રૂથ દબાવી દેતી ! ભૂલો થાય એટલે બંને હસી પડે. સરસ તરજ વાગે તો બેય એકબીજાને ધન્યવાદ આપે ! અથાગ પ્રયત્ન કરે અને પારાવાર ભૂલના મહાસાગરને પાર કરીને માર્ગારેટ ને રૂથની જોડી આખરે સફળતાને કિનારે આવી, પંરાલિસિસનો કારમો આઘાત પામેલી બે મહિલાઓ એમના એક એક હાથથી પિયાનો વાદન કરે છે
64 * જીવી જાણનારા