________________
તેર વર્ષથી તેઓ આ રસ્તે આવન-જાવન કરતા હતા.
એમના મનમાં એક નવું ધ્યેય જાગ્યું કે આ વિસ્તારમાં વધુ ને વધુ વૃક્ષો વાવીએ, જે થી પૂરના સમયે ટકી શકાય અને પર્યાવરણને સુધારી શકાય. છ હેક્ટર જે ટલી જ ગામાં બંનેએ વૃક્ષો વાવ્યાં. ગામલોકો આ જોડીની મજાક ઉડાવતા હતા, કારણ કે આ નદીનો આખોય કિનારો વર્ષોથી સાવ સૂકો હતો. ભાગ્યે જ કોઈ વૃક્ષ હતું. આ બે મિત્રોએ ઉજ્જડ જમીન પર વૃક્ષો વાવીને એને હરિયાળી બનાવવાનો હેતુ રાખ્યો. આપબળે કમાણી કરવા લાગ્યા. પોતાની મહેનતથી મળેલાં ફળોનો સ્વાદ બહુ મીઠો લાગ્યો. આને માટે પારાવાર મુશ્કેલીઓ ઉઠાવી હતી, પણ એ મુશ્કેલીઓ અને યાતનાઓ ભુલાઈ ગઈ. દિલમાં અનેરી ટાઢકનો અનુભવ થયો.
બન્યું એવું કે ધીરે ધીરે વૃક્ષો ઊગવા લાગ્યાં. પંખીઓને આશરો મળ્યો. ગ્રામજનોનો અભિગમ પણ બદલાઈ ગયો. પહેલાં જે ટીકા કરતા હતા, તે આ મિત્રોને ઓજારો માટે મદદ કરવા લાગ્યા. એમણે રોપેલા છોડને પાણી પાવાની અને નકામી ઊગેલી વનસ્પતિને ઉખાડવામાં મદદરૂપ થવા લાગ્યા. યેલી ગામની સિકલ બદલાઈ ગઈ. ખડકો અને આડેધડ ઊગેલા ઘાસવાળો વિસ્તાર વૃક્ષોથી હરિયાળો બની ગયો. કામની શરૂઆતમાં તો ગુજરાન ચાલે અને આજીવિકા મળે તેટલી કમાણી કરવાનો વિચાર હતો, પણ જેમ જેમ વૃક્ષો ઉછેરતા ગયાં, તેમ તેમ આ બંને મિત્રોને વૃક્ષોનો મહિમા આત્મસાત્ થવા લાગ્યો. વૃક્ષોથી હવામાં શુદ્ધતા આવે છે. પર્યાવરણ બદલાય છે અને આજે ભલે કોઈ લાભ ન હોય, પરંતુ આવતી પેઢીને માટે હરિયાળું વાતાવરણ સર્જી ગયું.
બંને મિત્રોના મનમાં પર્યાવરણના વિચારો ઊગવા લાગ્યા. હૅક્સીઓ કહે છે, ‘અમે શારીરિક રીતે વિકલાંગ છીએ, પણ માનસિક રીતે સ્વસ્થ છીએ. અમારા હૈયામાં અમારાં બાળકો માટે હરિયાળી દુનિયા છોડી જવાનું સ્વપ્ન
| તેર વર્ષથી યેલી ગામની આજુબાજુ દેવદારનાં વૃક્ષો વાવ્યાં, સ્થાનિક સત્તાધીશોએ સહયોગ આપ્યો. ભારે ઉદ્યોગોને કારણે અત્યંત પ્રદૂષિત અને ગૂંગળાવી નાખે તેવી હવાના વાતાવરણને શુદ્ધ કરવાના ધ્યેયને સિદ્ધ કરવા
92 • જીવી જાણનારા