________________
અતૂટ મૈત્રી પ્રયત્ન કરવા લાગ્યા. હાથ વગરનો જિઆ વેન્ડવી અને ચપન વર્ષનો પ્રજ્ઞાચક્ષુ જિ આ હક્સીઓએ આફતો સામે ઝઝૂમવાની શક્તિ બતાવી. વિકલાંગો માટે આજીવિકાનો રસ્તો ચીંધ્યો. પરિશ્રમથી પોતાની કેડી કંડારી અને પર્યાવરણને જાગૃતિનું સર્જન કરી દેશમાં એક નવી દૃષ્ટિ સર્જી.
વેરાન જગામાં કેટલાં વૃક્ષ વાવી શકાય. વળી વાવેલાં વૃક્ષમાંથી કેટલાં બચી જાય, દસ વર્ષમાં ભેગા મળીને રૂખી-સુખી ઉજ્જડ ભૂમિ પર અને ઉદ્યોગોના ધુમાડાઓથી ઘેરાયેલા વાતાવરણમાં હજાર કે બે હજાર વૃક્ષો વાવી શકાય, જ્યારે આ બે મિત્રોએ દસ વર્ષમાં દસ હજાર વૃક્ષો વાવીને રણ જેવી ભૂમિ પર વન ઉગાડી દીધું. એક મિત્ર બીજા મિત્રની આંખ બન્યો અને આંખ વગરનો મિત્ર પેલા મિત્રનો હાથ બન્યો, કારણ કે બંને દિવ્યાંગ હતા પણ એકબીજાનો આધાર બનીને આ મિત્રોએ એવું કામ કર્યું કે કદી કોઈને કલ્પના પણ ન આવે.
વેન્કવી કહે છે, ‘આ સૂકી નદીના કિનારા પર વર્ષો સુધી બળબળતી રેતી અને પગમાં ભોંકાતા કાંકરાઓ સિવાય કોઈએ બીજું કશું જોયું નહોતું. સામાન્ય માનવીને માટે પણ આવી ભૂમિ પર એક વૃક્ષ ઉગાડવું અશક્ય લાગતું.
હું એનો હાથ, એ મારી આંખ * 93