________________
હુમલાથી ધરાશાયી થયેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો કાટમાળ ખસેડતા કામદારોને ચારસો જેટલાં બ્લેન્કેટનું વિતરણ કર્યું. પોતાના વતનના બાળકોને કડકડતી ઠંડીમાં કે બળબળતી ગરમીમાં પગમાં પહેરવાનાં ચંપલ મળતાં નથી, એને કારણે આ બાળકોના પગે ફોલ્લા પડ્યા હોય છે. ચામડી બની ગઈ હોય છે. ધીરે ધીરે પગના રોગોથી એ ઘેરાઈ જાય છે. જ્યાં પાઈ પાઈ મેળવવા માટે આકરો પસીનો પાડવો પડે એવા અફઘાનિસ્તાનમાં એમને પગ માંડીને ચાલતાં વેદના ભોગવવી પડતી હોય છે.
રઝિયા જાને અમેરિકામાં ‘પરેશન શુ ફ્લાય’ નામના કાર્યક્રમનો પ્રારંભ કર્યો. સામાન્ય રીતે વિરોધી પર હુમલો કરવા માટે ‘ઑપરેશન’ શબ્દ પ્રયોજાતો હતો. અહીં જૂતાં એકઠાં કરવાને માટે એણે ‘ઑપરેશન’ શબ્દ પ્રયોજ્યો અને ‘ઑપરેશન શુ ફ્લાય” દ્વારા અફઘાનનિસ્તાનનાં ગરીબ, બેહાલ અને જરૂરિયાતવાળાં બાળકોને માટે ત્રીસ હજાર જેટલી પગરખાંની જોડી એકઠી કરી અને પોતાના વતનમાં મોકલી આપી.
એ પછી રઝિયાએ વિચાર કર્યો કે મારે સતત યુદ્ધથી ખુવાર થયેલા અફઘાનિસ્તાનમાં માસૂમ બાળાઓ માટે એક શાળા સ્થાપવી છે. આ વિચાર જ સ્વયં ખતરનાક અને ભયાવહ હતો, કારણ કે આ બાળાઓ અને શાળાઓ બંને ઘણી વાર હિંસક હુમલાનું નિશાન બનતાં હતાં. એ બાળાઓ અભ્યાસ કરે નહીં, તે માટે એમનાં વહેલા લગ્ન કરી નાખવામાં આવતાં હતાં. આથી શાળાએ ભણવા જતી વખતે મોત ભમતું રહેતું.
રઝિયાએ કમાલ કરી. એણે ૨O૮માં અફઘાનિસ્તાનમાં છોકરીઓ માટે શાળા ખોલવાનું નક્કી કર્યું. એણે જોયું તો પોતાની આસપાસ મોટાભાગનાં સ્ત્રી-પુરુષો નિરક્ષર હતાં. એમને વાંચતાં-લખતાં કશું આવડતું નહીં, પણ એમના મનમાં એક ભાવ હતો. પોતાની હાલત ગમે તે થઈ હોય, પરંતુ પોતાની દીકરીને ભણાવવી છે. સમગ્ર અફઘાનસ્તિનામાં માત્ર છ ટકા સ્ત્રીઓએ અને તેમાં પણ મોટે ભાગે મહાનગરોમાં વસતી થોડીક વૃદ્ધાએ જ ઔપચારિક શિક્ષણ મેળવ્યું હતું.
હિંસાના વાતાવરણ વચ્ચે આશાનું એક કિરણ પ્રગટાવવાનો રઝિયા જાનનો મક્કમ નિર્ધાર હતો. હિંસાની ધમકી હોવા છતાં રઝિયાએ શાળા
54 * જીવી જાણનારા