________________
બરણીમાં જીવન
જીવનકથા પરથી રચાતું નાટક અતીતના કોઈ અનોખા જીવનમાં અનુભવાયેલા ભીતરના ભાવોનું હૃદયસ્પર્શી સ્મરણ કરાવે છે. આવું ભૂતકાળની જીવનકથા પરથી આધારિત નાટક ‘લાઇફ ઇન એ જાર' આજે દુનિયા આખીમાં દાનવતા વિરુદ્ધ માનવતાની મહેક પ્રસરાવે છે. વિશ્વભરનાં નાટ્યગૃહોમાં ભજવાનું અને સાથોસાથ વિશ્વખ્યાત ટીવી ચેનલો પરથી પ્રસ્તુતિ પામતું ઇરેના સેન્ડલરના જીવન વિશેનું આ નાટક છે. જેણે મનુષ્યજાતિના કૂરતા અને હત્યાના વિનાશક તાંડવના સમયે ઇતિહાસમાં અજોડ ગણાય એવું માનવસેવાનું કામ કર્યું.
એ સમયગાળો હતો મનુષ્યજાતિના સૌથી વધુ વિનાશક અને નિર્દયી માનવસંહારનો. એ તાંડવનો મહાનાયકે હતો જર્મનીનો હિટલર, નાઝી પક્ષના નેતા
ઈરેના સેન્ડલર