________________
ઊંચું તાક નિશાન
જિંદગી અજીબો-ગરીબ છે ! કઈ ક્ષણે જિંદગી કેવો મોડ લેશે, એની કોને ખબર
| ‘ન જાણ્યું જાનકી નાથે, કાલે શું થવાનું છે ?' આવતીકાલનું એ અકળ રહસ્ય માનવીને સદૈવ મૂંઝવતું રહ્યું છે. એની જિંદગીની તેજ રફતારમાં એકાએક એક
એવો અણધાર્યો વળાંક આવે કે આખી જિંદગી ઉપરતળે થઈ જાય !
ખુશાલીથી લહલહાતું જીવન એકાએક ઉજ્જડ અને ગમગીન બની જાય. શક્તિના વહેતા ધોધ જેવી જિંદગી અશક્ત અને દયનીય અવસ્થામાં સરી પડે. જીવનપ્રવૃત્તિની તેજ ગતિને વેદનાજનક નિષ્ક્રિયતા અને નિરાશા ઘેરી વળે.
ઓર્થોપેડિક સર્જન ડૉ. રમેલ ટેડના જીવનમાં એક આવો જ અણકલયો
ડૉ. રમેલ ટેડ