________________
કમાશે કઈ રીતે ? અને પછી લાચાર અને અસહાય જીવન અને એવું જ મૃત્યુ એ જ એનું ભાવિ છે. આ ચિંતામાં એના પિતાની ઊંઘ હરામ થઈ ગઈ.
પિતા ગરીબ હતા, પણ હૃદયમાં ભારે હિંમત ધરાવતા હતા. જીવનની મુશ્કેલીથી મૂંઝાઈને હારી જનારા ન હતા. એમનામાં જીવનની વિપત્તિ સામે ઝઝૂમવાનું ખમીર હતું. પરિસ્થિતિને સ્વીકારીને પલાંઠી મારીને બેસી રહેવામાં એ માનતા ન હતા. એમણે વિચાર્યું કે હવે કરવું શું ? બાળકનું જીવન ઘડવું કઈ રીતે ? એની ખોડ-ખાંપણ ઢાંકવા માટે અને સ્વાવલંબી જીવન જીવવા માટે એને ખૂબ ભણાવવો જોઈએ. ભગવાને ભલે એને બેડોળ અંગવાળો બનાવ્યો. પણ ભણશે તો આવી વિકલાંગ દશામાં પણ રોટલો રળી લેશે.
બાળક મોટો થતો ગયો, તેમ તેમ એના પિતાએ એના અભ્યાસ પાછળ વધુ ને વધુ કાળજી લેવા માંડી. ગરીબ હોવા છતાં ભણાવવામાં પાછું વાળીને જોયું નહીં. વિકલાંક હંમેશાં વિશેષ શક્તિશાળી હોય છે. ભગવાન આવાં બાળકોને વિશિષ્ટ બુદ્ધિશક્તિ આપીને એમની ખોડને ઢાંકી દે છે અને મર્યાદાને પાર કરવાની આંતરિક શક્તિ આપે છે. એમની એક શક્તિ છીનવી લીધી હોય, તે બીજી શક્તિ આપી સરભર કરે છે.
આ બેડોળ બાળક ભણવામાં અત્યંત હોશિયાર નીવડ્યો. શિક્ષકો એને પ્રેમથી ભણાવે. દીકરાની હોશિયારી જોઈ પિતા તો રાજીરાજી થઈ ગયા.
જોતજોતામાં બાળકે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું અને વિજ્ઞાનનો અભ્યાસ કરવા શહેરની કૉલેજમાં પ્રવેશ મેળવ્યો.
કૉલેજમાં એની બુદ્ધિ ખરેખરી ખીલી ઊઠી. આ બેડોળ અને અપંગ વિદ્યાર્થીએ પોતાની તેજસ્વી બુદ્ધિથી અધ્યાપકોને પણ આશ્ચર્યમાં નાખી દીધા. ગણિત અને ભૌતિક વિજ્ઞાનના વિષયોમાં એની તેજસ્વિતા ઝળહળવા લાગી. આખી કૉલેજમાં એનું નામ હોશિયાર વિદ્યાર્થી તરીકે જાણીતું થયું. એની પંગુતા ભુલાઈ ગઈ અને પાણીદાર વિદ્વત્તાની પ્રશંસા થવા લાગી. જ્ઞાનની સુંદરતાએ દેહની કુરૂપતાને ઢાંકી દીધી.
બરાબર આ સમયે અમેરિકાના એક સમર્થ વિજ્ઞાની ટૉમસ આલ્વા એડિસને એક પછી એક નવાં સંશોધનો કરીને જગતને આશ્ચર્યમાં ડુબાડી દીધું. આ એડિસને વિદ્યુત અને કરેલી શોધોએ એને અમેરિકામાં જ નહિ પણ જ્ઞાનજ્યોતિના અજવાળે * 147