________________
પ્રેરાઈને કાર્નેગી મેંલન યુનિવર્સિટીએ વિશ્વમાં પ્રથમ એવા ‘એન્ટરટેઇનમેન્ટ ટૅક્નોલૉજી સેન્ટર'ની સ્થાપના કરી, જેને રેન્ડી પાઉશે જીવનભર દોરવણી આપી.
આધુનિક જ્ઞાનના વિસ્તારને સહાયરૂપ થવા માટે રેન્ડી પાઉશે ‘એલિસ' નામનો કેપ્યુટર પ્રોગ્રામ તૈયાર કર્યો, જેમાં વ્યક્તિ જાતે એને સહેલાઈથી વિનામૂલ્ય શીખી શકે, આનો લાખો યુવકોએ લાભ લીધો અને પોતાની શક્તિ અને સૂઝનો ક્વિાત્મક ઉપયોગ કર્યો. આનો એક પરોક્ષ લાભ એ થતો કે ‘એલિસ’ શીખતાં શીખતાં કમ્યુટરની જાવા ભાષા પણ આવડી જાય છે.
પોતાના ‘અંતિમ વ્યાખ્યાનને અંતે એણે જાહેરાત કરી, “હવે હું તમારે માટે આશ્ચર્ય રજૂ કરું છું.” અને રેડી પાઉશના મિત્રો એક હાથગાડીમાં વિશાળ કેક લઈને સભાગૃહમાં આવ્યા. રેન્ડી પાઉશની પત્ની જેઇને આ જોઈને આશ્ચર્ય થયું. રેન્ડી પાઉશે જાહેર કર્યું, “ગઈ કાલે મારી પત્નીનો જન્મદિવસ હતો, તેનો જન્મદિવસ ઊજવવાનો મારે માટે આ અંતિમ અવસર હતો એટલે તે એકલા ન ઊજવતાં તમને સહુને હું સામેલ કરી રહ્યો છું.”
રેન્ડી આ શબ્દો બોલી રહે તે પહેલાં તો જે ઈ સ્ટેજ પર દોડી ગઈ. રેન્ડી પાઉશે કેકનો એક ટુકડો જ્યારે જે ઇના મુખમાં મૂક્યો, ત્યારે આખો સભાખંડ લાગણીના પૂરમાં ખેંચાઈ ગયો અને દરેકની આંખમાં આંસુ આવી ગયાં. રેન્ડી પાઉશે એમના ‘અંતિમ વ્યાખ્યાનનું અંતિમ વાક્ય બોલતાં કહ્યું, “મારું આ પ્રવચન હકીકતમાં મારાં ત્રણ બાળકો માટે છે.”
સભાખંડમાં બેઠેલા સહુ કોઈએ ઊભા થઈને સતત તાળીઓના ગડગડાટથી રેન્ડીનું અભિવાદન કર્યું.
ડૉક્ટરોએ છ મહિનાની આયુષ્ય મર્યાદા આપી હતી, પરંતુ રેન્ડી પાઉશ બાર મહિના સુધી જીવ્યા અને ૨00૪ની ૨૫મી જુલાઈએ એક વીર યોદ્ધાની માફક હોય એમ આ દુનિયાની વિદાય લીધી.
અંતિમ વ્યાખ્યાન 145