________________
સમગ્ર વિશ્વમાં ખ્યાતિ અપાવી હતી. ટૉમસ આલ્વા એડિસનની ઇચ્છા વ્યાપક જનસમૂહને ઉપયોગમાં આવે તેવી
વિદ્યુતનો ઉપયોગ કરતી વિવિધ પ્રયુક્તિઓ વિકસાવવાનો હતો. એણે વીજળીના દીવાની શોધ પાછળ ધ્યાન કેન્દ્રિત કર્યું અને કાચના બલ્બમાં
પ્રથમ પ્લેટિનમ તારમાંથી વીજળી પસાર કરીને પ્રકાશ મેળવ્યો પછી સંશોધનોની પરંપરા જાળવી રાખી. ૧૮૭૯ની
૨૧મી ઑક્ટોબરે આ મહાન વિજ્ઞાનીએ વીજળીના દીવાનું સૌપ્રથમ નિદર્શન કર્યું. ચાલીસ કલાક સુધી આ દીવાએ પ્રકાશ આપ્યો અને વિદ્યુતપ્રદીપન યુગનો પ્રારંભ થયો. એણે સ્વયં ઇલેક્ટ્રિક લાઇટ કંપનીની સ્થાપના કરી.
Blubis Peiberinmaly
જ્ઞાનની લગની અમેરિકા લઈ આવી
આ અપંગ અને બેડોળ જર્મન વિદ્યાર્થીને પણ વિદ્યુત ને આનુષંગિક શોધમાં અત્યંત રસ હતો. જ્યારથી એણે મહાન વિજ્ઞાન એડિસનનું નામ સાંભળ્યું ત્યારથી એણે અમેરિકા જઈ એડિસન પાસે અભ્યાસ કરવાનું મન થઈ ગયું. પણ અમેરિકા જવું શી રીતે ? ક્યાં જર્મની અને ક્યાં અમેરિકા ! વિચાર ઉમદા, પણ વાસ્તવિકતા આગળ લાચાર. વળી, પોતે અપંગ અને બેડોળ હતો અને બુદ્ધિ સિવાય પાસે બીજું કશું નહોતું.
પણ એને જ્ઞાન મેળવવાની ખરેખરી લગની લાગી હતી. સાથે એને કોઈ મુશ્કેલી મોટી લાગતી નહોતી. આજ સુધી મુશ્કેલીનાં અઘરાં પગથિયાં ચડીને જ પ્રગતિ કરી હતી. દરેક મુશ્કેલી એને માટે સફળતાનો પડકાર બનતી હતી.
148 * જીવી જાણનારા