________________ બરાબર આ સમયે અમેરિકાના મોટા મોટા ઉદ્યોગપતિઓએ કરોડો રૂપિયાના ખર્ચે વીજળીનાં યંત્રો તૈયાર કરવાનું એક જંગી કારખાનું નાખ્યું. ચાર્લ્સ નાના કારખાનામાં કામ કરતો હતો. પણ એના કારખાનાના માલિકને આ નવા જંગી કારખાનાનો ઉપરી બનાવ્યો. આમ કરવા પાછળનું કારણ એ કે ચાર્લ્સ સ્ટીનમેઝ આ નવી કંપનીનો મુખ્ય એન્જિનિયર બની શકે. ચાર્લ્સને હવે ખરેખર પોતાની કુશાગ્ર બુદ્ધિ બતાવવાની સોનેરી તક મળી ગઈ. થોડાં જ વર્ષોમાં એણે પોતાના પ્રસંગો દ્વારા વિદ્યુત વિજ્ઞાનના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી દીધું. આખી દુનિયા એની શોધો જોઈ દંગ થઈ ગઈ. આજનો વૈજ્ઞાનિક વીજળી અંગે જે કોઈ નવી નવી શોધો કરે છે એ બધી એડિસન અને ચાર્લ્સ કરેલી શોધોને જ આભારી છે. ચાર્લ્સ કીર્તિના સર્વોચ્ચ શિખરે પહોંચ્યો અને ધનના તો એની આગળ ઢગલા થયા, છતાં એના જીવનની સાદાઈમાં, નમ્રતા અને સરળતામાં જરા જેટલો પણ ફેર ન પડ્યો. એણે પોતાના શરૂઆતના જીવનમાં અનેક કષ્ટો વેઠડ્યાં હતાં. ભારે નિરાશાઓ પણ સહન કરી હતી. છતાં એનો સ્વભાવ તો એવો ને એવો આનંદી અને ઉદાર રહ્યો હતો. ગમે તેવી મુશ્કેલીઓને હસી કાઢતો અને હંમેશાં કહેતો, | ‘હું ઈશ્વરની કૃપાથી દુનિયાની સૌથી મૂલ્યવાન સંપત્તિ સંતોષ ધનનો માલિક છું, આથી જીવનની નાની-મોટી ચડતી-પડતી મને ક્યારેય પણ મારા માર્ગેથી ચળાવી શકતી નથી.' વિજ્ઞાનના જગતને નવી શોધો આપનાર આ કદરૂપા દેખાવના માનવીએ જગતને નવી સુંદરતા આપી ! પોતાની શારીરિક મર્યાદાને પાર કરીને જીવનમાં સિદ્ધિનાં ઊંચાં નિશાન સર કરતો રહ્યો. 152 * જીવી જાણનારા