________________
મહાકલ્યાણ કરનાર મહાન વૈજ્ઞાનિક ચાર્લ્સ સ્ટીનપેટ્ઝ.
ચાર્લ્સ અમેરિકામાં પગ તો મૂક્યો, પણ એની મુશ્કેલીઓનો અંત ન આવ્યો. વર્ષો સુધી મેલાં ફાટેલાં વસ્ત્રોમાં છુપાયેલું એનું હીરા કોઈ પારખી ન શક્યું. ખાવાના પણ એને સાંસા પડવા લાગ્યા. વળી વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રગતિ કરવા માટે પ્રયોગશાળા જોઈએ. સંશોધન માટે
ઘણો ખર્ચ કરવો પડે. જ્યારે આની મુકેલી છે એક મજાક ! પાસે તો પોતાનુંય માંડ પૂરું થાય,
એટલી રકમ હતી, ત્યાં બીજું વિચારે કઈ રીતે ?
આખરે એ એક કારખાનામાં મામૂલી પગારે મજૂરી કરવા રહ્યો. મોટા ભાગનો સમય મજૂરી કરવામાં જતો. છતાં અભ્યાસની એની ધગશ જરા પણ ઓછી થઈ નહીં, કારખાનામાં કાળી મજૂરી કરી ઘેર આવી એ ટૉમસ આલ્વા એડિસને કરેલી શોધોનો અભ્યાસ કરતો. વિચાર કરતો કે આ મહાન વિજ્ઞાનીએ આટલી બધી વિફળતા મળવા છતાં પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા અને સિદ્ધિ મેળવીને જ જંપ્યો. તો પોતે કેમ સિદ્ધિ નહીં પામે ?
ધીમે ધીમે કારખાનાના માલિકને ચાર્લ્સની બુદ્ધિની જાણ થતી ગઈ. એનો ઉત્સાહ અને એના ખમીરને પારખ્યાં જોયું કે આ યુવકને તક મળે તો, નવી દુનિયાનું સર્જન કરી શકે તેમ છે. માલિકનું નામ હતું ઇકમેયર. એણે દીર્ઘદૃષ્ટિ દોડાવી અને ચાર્લ્સની બુદ્ધિનો ઉપયોગ કરવાનું વિચાર્યું. કારખાનાના કામના કલાકોમાં જ એણે ચાર્લ્સને પ્રયોગો કરવાની છૂટ આપી. પ્રયોગો પાછળ જે કંઈ ખર્ચ થયું એ પણ એણે આપવાનું સ્વીકાર્યું.
પોતાની આ દૂરંદેશીના કારણે કારખાનાના માલિકને થોડા જ દિવસમાં અપાર લાભ થયો, જીવનમાં ચાર્લ્સ કેટલીય તડકી-છાંયડી જોઈ. ક્યારેક ઘોર
150 • જીવી જાણનારા