________________
TWEE
17
ચાર્લ્સ સ્ટીનપેટ્ઝ
જ્ઞાનજ્યોતિના જવાને
જર્મનીના બોસ્લો નામના શહેરમાં એક ગરીબ ખેડૂત વસતો હતો. ખેતી કરે, પણ આવક ઓછી, ધરતીમાંથી અનાજ ઉગાડે, પણ ખુદ ભૂખ્યો રહે. બિચારો માંડ માંડ કુટુંબનું પૂરું કરે. જિંદગી આખી આજીવિકાની મથામણમાં જતી હતી. આવી સ્થિતિમાં ગ્રહણ ટાણે સાપ નીકળે તેમ એને ત્યાં એક બેડોળ અને અપંગ બાળકનો જન્મ થયો.
જન્મથી જ આ બાળકની પીઠ પર ખૂંધ નીકળી હતી. શરીરના બધા અવયવો પણ સાવ કદરૂપા. ‘ઊંટના અઢારે વાંકાં' જેવી એની દશા. આવો બેડોળ અને લગભગ અપંગ દીકરો જમેલો જોઈને વૃદ્ધ અને ગરીબ પિતાને પારાવાર દુ:ખ થયું. એક તો ગરીબાઈ અને એમાં આવો અપંગ-વિરૂપ બાળક. વિચારવા લાગ્યો કે આ બાળક બિચારો મોટો થઈને કરશે શું ? જીવશે અને