________________
પણ ઓછી હશે, તે ભીંત પાસેથી પાછો ફરશે.
રેન્ડી પાઉશને એક વ્યક્તિએ એમણે મેળવેલી સફળતાનું રહસ્ય પૂછ્યું, ત્યારે એમણે કહ્યું કે તેઓ શુક્રવારે મોડી રાત સુધી ઑફિસમાં કામ કરે છે. અમેરિકામાં શનિવાર અને રવિવારના વીકએન્ડની ૨જાને કારણે મોટાભાગના માણસો શુક્રવારે સાંજે જ ઑફિસમાંથી નીકળી જતા હતા, ત્યારે રેન્ડી પાઉશ મોડે સુધી કામ કરતા અને માનતા કે તક અને તૈયારીનો સંગમ થાય છે , ત્યારે જ નસીબ ખૂલે છે. એમણે એમના “અંતિમ વ્યાખ્યાનમાં ભાર દઈને કહ્યું કે તમારા કામમાં તમારી પૂરેપૂરી શક્તિ રેડો અને તેનું પરિણામ તમારા કર્મ પર છોડી દો.
અધ્યાપક તરીકે રેન્ડી પાઉશ કાર્યક્ષમતા, સમયપાલન અને શ્રેષ્ઠતાના આગ્રહી હતા, પરંતુ આ બધી બાબતો પ્રત્યે એમનું વલણ માનવતાથી ભરેલું હતું. તેઓ માનતા કે જીવનમાં જ્ઞાનની સાથે લાગણીની ભીનાશ પણ જરૂરી છે. આને કારણે અનેક વિદ્યાર્થીઓએ એમના પ્રયાસથી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. રેન્ડી પાઉશને એ વાતનો સંતોષ હતો કે એમણે જે વિદ્યાર્થીઓને સહાય કરી તે ઘણા સફળ પુરવાર થયા હતા. કોઈના સ્વપ્નની સિદ્ધિમાં પોતે નિમિત્ત થતા ત્યારે પારાવાર આનંદનો અનુભવ કરતા.
પોતાના ‘અંતિમ વ્યાખ્યાનમાં રેન્ડી પાઉશે યુવાનો પરની અગાધ શ્રદ્ધા પ્રગટ કરી. એમણે કહ્યું કે એમણે જીવનભર એ વાતમાં વિશ્વાસ રાખ્યો છે કે યુવાનોને એમનું સ્વપ્ન સિદ્ધ કરવાની તક આપશો, તો તેમની શક્તિ જરૂર ખીલી ઊઠશે. આથી એમણે એમના વિભાગનાં દ્વાર યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ માટે ખોલી નાખ્યાં. પચાસ વિધાર્થીઓને પોતાની કલ્પના પ્રમાણે બે અઠવાડિયાં સુધી ‘વર્ચ્યુઅલ રિયાલિટી’ પર કામ કરવાની તક આપી અને જે વિદ્યાર્થીઓ આ વિષયથી સાવ અજ્ઞાત હતા, એમણે પણ આમાં અવનવા પ્રયોગો કર્યા અને એનું અત્યંત પ્રોત્સાહજનક પરિણામ આવ્યું.
પોતાની જીવન ફિલસૂફી પ્રગટ કરતાં રેન્ડી પાઉશે કહ્યું કે કોઈને તેનાં સ્વપ્ન પૂર્ણ કરવાનો અવસર આપવાથી વધુ સંતોષકારક અને પ્રસન્નતાભર્યું બીજું કોઈ સત્કાર્ય નથી. ‘પ્રસન્નતાથી જીવો અને બીજાને મદદ કરો’ એ રેન્ડી પાઉશનો જીવનમંત્ર હતો. વળી એના આ વિશિષ્ટ કાર્યક્રમની સફળતાથી
144 * જીવી જાણનારા