________________
તરીકેની કામગીરી બજાવવાની જવાબદારી સ્વીકારી. આમ અનેક વિનો પાર કરીને રેન્ડીએ એનું બાળપણનું સ્વપ્ન સાકાર કર્યું.
જોન સ્નોડી પાસેથી રેન્ડી પાઉશને મહત્ત્વની સમજ એ મળી કે જ્યારે કોઈ વિન આવે, મુશ્કેલી ઊભી થાય, કામ અટકતું લાગે ત્યારે કોઈ વ્યક્તિ ઉપર રોષ કે દ્વેષભાવ રાખવાને બદલે
ધીરજ થી રેન્ડી પાઉશ
કામ લેવું
જોઈએ. જોન સ્નોડીએ કહ્યું કે સામી વ્યક્તિ તમને સમજી શકે તે માટે એને પૂરતો સમય આપવો જોઈએ. એને જો સમય આપશો તો લાંબે ગાળે એ તમને જરૂર ન્યાય આપશે. આપણો હેતુ શુદ્ધ અને પ્રમાણિક હોય તો પૂર્વગ્રહ, ઈર્ષા, અહમ્ અને ગેરસમજૂતીથી ઊભા થયેલા અવરોધો આપણી નિષ્ઠાથી લાંબા ગાળે દૂર થશે જ. આમાંથી રેન્ડી પાઉશે તારણ કાઢ્યું કે કોઈ પણ માણસ સદંતર દુષ્ટ નથી. એનામાં કંઈક સારું તત્ત્વ તો હોય જ છે, માત્ર તમારે એને માટે રાહ જોવી પડે, જેથી એના હૃદયમાં પડેલાં શુભતત્ત્વો પ્રગટ થાય. રેન્ડી પાઉશમાં પ્રત્યેક વ્યક્તિમાં નિહિત નિપુણતાને ખોળી કાઢવાની અદ્ભુત સૂઝ હતી.
રેન્ડી પાઉશ માનતા કે પોતાના માર્ગમાં કોઈ ભીંત આડી આવે તો તે પણ કામની છે. આ ભીંત એક મોટી પરીક્ષા છે. જેનામાં પ્રગતિની અદમ્ય તમન્ના છે એને ભીંત પાર કરવાનો ઉપાય મળશે જ અને જેની નિષ્ઠા થોડીક
અંતિમ વ્યાખ્યાન + 143