________________
પુત્ર અને ડૉલ્ફિન સાથે જો એક જ ખેલાડી પાસે ફૂટબૉલ હોય, તો બાકીના બધા ખેલાડીઓ ત્યારે શું કરે છે ?” કૉચે પોતાની વાત સ્પષ્ટ કરતાં કહ્યું. “જુઓ, જે એક ખેલાડી પાસે ફૂટબૉલ છે એની નહીં, પરંતુ જે એકવીસ ખેલાડીઓ પાસે ફૂટબૉલ નથી, એમની મારે તમને વાત કરવી છે. એકવીસ ખેલાડીઓ કેવી રીતે રમે છે એ હું તમને પહેલાં શીખવીશ.”
રેન્ડી પાઉશે એના પ્રવચનમાં કહ્યું કે ફૂટબૉલ ખેલાડી બનવાનું એનું બાળપણનું સ્વપ્ન સાકાર થયું નહીં, પરંતુ એને પરિણામે એ કોઈ હતાશા અનુભવતો નથી કે એને એની નિષ્ફળતા ગણતો નથી. આ વિચિત્ર કૉચ પાસેથી એને એ જાણવા મળ્યું કે કોઈ પણ વિષય કે પ્રશ્નના મૂળ સુધી આપણે પહોંચવું જોઈએ. વળી, કોઈ એક સમયે ફૂટબૉલ કોઈ એક જ ખેલાડી પાસે હોય છે અને તેમ છતાં બાકીના ૨૧ ખેલાડીઓ રમત રમી રહ્યા હોય છે. આ બાવીસ ખેલાડીઓમાંથી કોઈ એક ખેલાડીની કુશળતા ઓછી હોય તો ટીમ પિરાજિત થાય, કૉચ પાસેથી એમને સંઘભાવના, ખેલદિલી, ખંત, ધીરજ અને વ્યાપક દૃષ્ટિએ વિચાર કરવાની ક્ષમતા સાંપડી.
આ સમયના પોતાના એક અનુભવનો ઉલ્લેખ કરતાં રેન્ડી પાઉશે કહ્યું કે એની રમતથી કૉચ નારાજ થાય, ત્યારે એ રેન્ડી પાઉશને સખત સજા
અંતિમ વ્યાખ્યાન * 141