________________
સાથીઓ, મિત્રો અને વિદ્યાર્થીઓ વચ્ચે ‘લાસ્ટ લંક્સર' આપીને સહુની સ્નેહભરી અલવિદા લેવી હતી.
બીજા અધ્યાપકોને માટે આ નિવૃત્તિ સંદેશ બનતો, કિંતુ રેન્ડીને માટે આ અંતિમસંદેશ હતો. રેન્ડીની તબિયત અત્યંત ક્ષીણ થઈ જતી હતી અને પરિવારજનો પણ એ વર્જિનિયાથી પિટ્સબર્ગની કાર્નેગી મેંલન યુનિવર્સિટીમાં જઈને પોતાનાં સ્વજનો, સાથીઓ અને વિદ્યાર્થીઓ સમક્ષ અંતિમ વ્યાખ્યાન આપવાનો શ્રમ લે નહીં તો સારું એમ માનતાં હતાં. પરંતુ આ અધ્યાપકે તો પોતાના ‘અંતિમ વ્યાખ્યાન' લાસ્ટ લૅક્ટર)ની તૈયારી આરંભી દીધી.
૨૦૦૭ની ૧૮મી ડિસેમ્બરે જેની પાઉશ ‘અંતિમ વ્યાખ્યાન' આપવા આવ્યો અને વ્યાખ્યાનનો વિષય હતો ‘બાળપણનાં સ્વપ્નની સાચેસાચી સિદ્ધિ'. જિંદગીના અંતે એ બાળપણના સ્વપ્નની વાતો કહેવા ચાહતો હતો ! બાળપણમાં આંખોમાં આંજેલાં સ્વપ્નો સાર્થક કરવામાં કેવાં કેવાં વિઘ્નો અને અવરોધો આવ્યાં અને તેને કઈ રીતે પાર કર્યો તેની આપવીતી પોતાના અંતરંગ માણસો સમક્ષ વ્યક્ત કરવી હતી અને એ રીતે એ સ્વપ્નસર્જનની સાથોસાથ જીવનસાફલ્યની કેડી બતાવવા ચાહતા હતા.
રેન્ડી પાઉશને બાળપણમાં ફૂટબૉલના ખેલાડી થવાની ભારે હોંશ હતી. માત્ર નવ વર્ષની વયે ફૂટબૉલ ખેલવાની તાલીમ આપતી સંસ્થામાં એ જોડાયા હતા. પોતાની પ્રિય રમત ફૂટબૉલ શીખવા માટે એ મેદાન પર ગયો, ત્યારે એને પારાવાર આશ્ચર્ય એ વાતનું થયું કે ફૂટબૉલના કૉચ પાસે જ ફૂટબૉલ નહોતો. આ જોઈને એક બાળકે કૉચને પ્રશ્ન કર્યો, “અમારે ફૂટબૉલની રમત શીખવી છે, પણ ફૂટબૉલ છે ક્યાં ? એના વિના અમે કઈ રીતે ફૂટબૉલ ખેલતાં શીખીશું ?**
કૉચ માથાફરેલો હતો. એણે એ બાળકને વળતો પ્રશ્ન કર્યો, “ફૂટબૉલના મેદાનમાં કેટલા ખેલાડીઓ ખેલતા હોય છે ?”
સહુ બાળકોએ ઉત્સાહભેર જવાબ આપ્યો, “બાવીસ.” તો મને કહો કે આ બાવીસમાંથી કેટલી વ્યક્તિઓ પાસે ફૂટબૉલ હોય
“એક જ ખેલાડી પાસે.” બધાં બાળકોએ ભેગા મળીને ઉત્તર આપ્યો.
140 • જીવી જાણનારા