________________
એના જીવન-અનુભવ અને જીવન-સંદેશનું નવનીત અપવાનું હતું. વળી, હવે એ વર્જિનિયામાં વસવા આવ્યો હતો અને એને આ પ્રવચન માટે પિટ્સબર્ગમાં આવેલી પોતાની યુનિવર્સિટીમાં જવું પડે તેમ હતું. વર્જિનિયાથી પિટ્સબર્ગની મુસાફરીનો શ્રેમ એનું શરીર સહન કરી શકશે કે નહીં, એ પણ મૂંઝવતો સવાલ હતો. એની પત્ની જે ઇ ઇચ્છતી હતી કે હવે રેન્ડી પોતાનો આ અંતિમ સમય એની સાથે અને ડિલન, લોગન અને ચોઇ-એ ત્રણ સંતાનો સાથે વ્યતીત કરે.
‘લાસ્ટ લૅક્ટર' આપવાના પોતાના નિર્ણયમાં રેડી પાઉશ મક્કમ હતા. એમની પત્ની જેઇની ભાવના સમજતા હતા. એ પણ જાણતા હતા કે કુટુંબ સાથે ગાળેલી પ્રત્યેક ક્ષણ એને માટે અત્યંત મૂલ્યવાન હતી, પરંતુ બીજી બાજુ રેડી પાઉશ પોતાના મિત્રો, સાથીઓ અને વિદ્યાર્થીઓને મળીને ઋણમુક્ત થવા ચાહતા હતા. પોતાનાં કુટુંબીજનોની જેમ એ સહુએ રેડીને આજ સુધી હૂંફાળો સાથ આપ્યો હતો. એમનેય વિસરાય કઈ રીતે ?
અધ્યાપકે રેન્ડીના મનમાં વિચારોનો જુવાળ ચાલતો હતો. પોતાની સમગ્ર જિંદગી પર નજર ઠેરવીને બેઠેલો રેડી આવતી પેઢીને જીવન-પાથેય આપવા અતિ આતુર હતા. પોતાના આ ચૂંટાયેલા અનુભવો જ આપી શકશે નહીં, તો પોતે મિત્રો, વિદ્યાર્થીઓ અને સમાજ પ્રત્યે કૃતઘ્ની ગણાય, પોતાનાં કુટુંબીજનો સમક્ષ એમની લાગણીના સ્વીકારની સાથે રેન્ડીએ એક એવી દલીલ કરી કે જેનો કુટુંબીજનોને સહર્ષ સ્વીકાર કરવો પડે.
રેન્ડીએ જેઇ અને સ્વજનોને કહ્યું, “અત્યારે મારાં આ બાળકો નાનાં છે. એ મોટાં થશે ત્યારે એમની પાસે પિતાની કેવી યાદગીરી હશે ? તેઓ બીજા પાસેથી જે કંઈ સાંભળશે, તેના આધારે જ મને ઓળખશે. મારા આ અંતિમ પ્રવચનની સીડી અને મારી જીવનયાત્રાના સમગ્ર અર્કસમું પ્રવચન એમને મારે વિશે સ્પષ્ટ, પ્રત્યક્ષ અને સચોટ ખ્યાલ આપશે. હું મારે વિશે એમને કંઈક કહીશ, તેના કરતાં વધારે ઊંડી અસર આ સીડી પરના પ્રવચન દ્વારા થશે. મારાં આ બાળકો પોતાના પિતા કેવા હતા, તેનો નિર્ણય પોતાની જાતે જ કરી શકશે, આ કેટલી મોટી વાત ગણાય !”
રેન્ડી પાઉશના આ લાગણીભીના તર્ક અંગે પરિવારજનો સંમત થયા
138 * જીવી જાણનારા