________________
અધ્યાપક રેન્ડી પાઉશ
વાત કરે અને સાથોસાથ જાણે ‘કાલ્પનિક રીતે’ પોતાનું છેલ્લું પ્રવચન હોય એ રીતે તમે આ જગતને કર્યો અનુભવ, ડહાપણ કે વિચાર તમે આપવા માગો છો, તેની વિગતે વાત કરે.
આજ સુધી બીજા અધ્યાપકો તો ‘કાલ્પનિક રીતે’ અંતિમ પ્રવચન માનીને પ્રવચન આપતા હતા, પણ રેન્ડી પાઉશને માટે આ કલ્પના કરતાં સત્ય વધુ હતું. બાયોપ્સીના અહેવાલો કહેતા હતા કે એમનો રોગ ખૂબ ઝડપે વધી રહ્યો છે અને હવે એમના જીવનનો દીપ બુઝાવાની તૈયારીમાં છે. રેન્ડી પાઉશની પત્ની જેઇ પણ રેન્ડી આવું પ્રવચન આપે તેમ ઇચ્છતી ન હતી. આનું કારણ એ હતું કે રેન્ડીનું શરીર હવે વિશેષ શ્રમ સહન કરી શકે તેમ નહોતું. કૅમોથેરાપી, અન્ય સારવાર, હૉસ્પિટલના ધક્કા અને તબિયતની સતત રાખવી પડતી તકેદારી આ બધી દોડાદોડમાં રેન્ડીને પ્રવચનની તૈયારી કરવાનો સમય ક્યાંથી મળશે ?
વળી, રેન્ડીનું શરીર પણ ધીરે ધીરે અશક્ત થતું હતું. આ પ્રવચનની તૈયારી માટે એને ખૂબ જહેમત ઉઠાવવી પડે તેમ હતી, કારણ કે એમાં એને અંતિમ વ્યાખ્યાન * 137