Book Title: Jivi Jananara
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 144
________________ સમયે ચાર કઠોર નિર્ણયો ક્ય. એક તો અત્યારે પોતે જે કાર્નેગી મેલન યુનિવર્સિટીમાં અધ્યાપન-કાર્ય કરે છે, તેમાંથી હવે નિવૃત્તિ લેશે. આ જ યુનિવર્સિટીમાંથી રેન્ડી પાઉશે ૧૯૮૮ના ઑગસ્ટમાં કયૂટર સાયન્સમાં પીએચ.ડી.ની પદવી મેળવી હતી. એ પછી લાંબા સમય સુધી અધ્યાપનકાર્ય કર્યું અને હવે એને અલવિદા કરવાનો વિચાર કર્યો. એણે બીજો નિર્ણય એ કર્યો કે નૉરફોકની નજીક વર્જિનિયાના ચેસપિકમાં એની પત્નીના સગાંઓ વસતાં હતાં, એમની નજીક વસવાનું વિચાર્યું. એણે આ બે નિર્ણયો એની જીવનવ્યવસ્થા ગોઠવવા માટે કર્યા અને બાકીના બે નિર્ણયો જગતને કશુંક આપવા માટે કર્યા. એનો ત્રીજો નિર્ણય એ હતો કે ઑક્સિાસના કૅન્સરનું સંશોધન કરતી કોઈ પ્રયોગશાળા કે હૉસ્પિટલને પોતાના પર પ્રયોગો કરવાની છૂટ આપવી. એના આ નિર્ણય સામે એનાં સ્વજનોએ જ નહીં, બલ્ક ડૉક્ટરોએ પણ અસંમતિ દાખવી. આનું કારણ એ હતું કે કૅન્સરને માટે લેવાતી કૅમોથેરાપીની સારવાર ખૂબ પીડાજનક હતી. એની આડઅસર એટલી બધી થતી કે દર્દી હતાશ કે નાસીપાસ થઈ જાય અને જિંદગીથી સાવ કંટાળી પણ જાય. આવે સમયે પોતાના શરીર પર કોઈ નવી શોધ, ઔષધ કે સારવાર માટે પ્રયોગો કરવા, એ તો વળી સામે ચાલીને નવી ઉપાધિ વહોરનારું પાગલપન જ કહેવાય ! સાથોસાથ ડૉક્ટરોએ એવી ચેતવણી પણ આપી હતી કે આવા પ્રયોગો કોઈ ગંભીર પરિણામ લાવી શકે અને કદાચ એમ કરવા જતાં તત્કાળ મૃત્યુ પણ થાય. એનું કૅન્સર વધતું જતું હતું અને છતાં એ પોતાના નિશ્ચયમાંથી સહેજે ડગ્યો નહીં. એણે પોતાના રોગની કોઈ ફિકર કર્યા વગર બીજાને મદદરૂપ થવા માટે આ નિર્ણય કર્યો હતો. જિંદગીના આખરી તબક્કામાં સમાજને ઉપયોગી થવાનો સંતોષ મેળવવા એ ચાહતો હતો, આથી બેફિકર બનીને એણે કૅન્સરના રોગ પરના સંશોધકોને પ્રયોગ કરવા માટે પોતાની જાત સોંપી દીધી. પોતે જે સંસ્થામાં વિદ્યાર્થી તરીકે ભણ્યો અને અધ્યાપક તરીકે કાર્ય કર્યું એ સંસ્થાને કઈ રીતે અલવિદા કરવી ? સંસ્થાનો એ શિરસ્તો હતો કે અધ્યાપક આ યુનિવર્સિટીમાંથી વિદાય લેતા હોય, ત્યારે પોતાના અનુભવના નિચોડ સમું પ્રવચન આપે, એ અધ્યાપક પોતાના જીવનમાંથી મળેલી મહત્ત્વની બાબતોની 136 * જીવી જાણનારા

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160