________________
આઉટર્સ્ટેન્ડિંગ : એજ્યુકેશન ઍવૉર્ડ' અને ‘ઍવૉર્ડ ફોર આઉટસ્ટૅન્ડિંગ કૉન્ટ્રિબ્યૂશન ટુ કમ્પ્યૂટર સાયન્સ એજ્યુકેશન' અને ‘ફેલો ઑફ ધી એ.સી.એમ.' જેવાં સન્માનો રેન્ડીને પ્રાપ્ત થયાં હતાં. કમ્પ્યૂટર સાયન્સના આ અધ્યાપકે એલિસ સૉફ્ટવેર પ્રોજેક્ટનું સર્જન કર્યું, તો એની સાથોસાથ ડિઝની ઇમેજિન્સ સાથે વર્ચ્યુઅલ રિયાલિટી રિસર્ચનો પ્રોજેક્ટ કર્યો. આ વર્ચ્યુઅલ રિયાલિટીની નવી ટેક્નોલૉજી ઉપર કરેલા સંશોધનથી પ્રસિદ્ધિ પામનાર રેન્ડી પાઉશે વોલ્ટ ડિઝની જેવી અનેક કંપનીઓના રોમાંચક અને આધુનિક જગતને મંત્રમુગ્ધ કરતા કાર્યક્ર્મો શક્ય બનાવ્યા હતા.
રેન્ડી પાઉશની એનાં સંશોધનો માટે સર્વત્ર ખ્યાતિ હતી અને એવે સમયે ૪૭ વર્ષના રેન્ડી પાઉશને ૨૦૦૭ના સપ્ટેમ્બરમાં જાણ થઈ કે તેઓને પૅન્ધ્યિાસનું કૅન્સર થયું છે. આને માટે એણે સારવાર લીધી, પરંતુ બીમારી વધતી ચાલી. ૨૦૦૭ના ઑગસ્ટમાં તો આ કુશળ અધ્યાપકને ડૉક્ટરોએ કહ્યું કે તમારા લિવરમાં દસ જેટલી જીવલેણ ગાંઠ છે અને તમારી આયુષ્યમર્યાદા ત્રણથી છ મહિના સુધીની છે.
આવી આઘાતજનક હકીકત રેન્ડી પાઉશે જાણી, તોપણ એ લાચારીથી ઝૂકી ગયો નહીં. જીવલેણ બીમારીના ભયથી ઘેરાઈ ગયો નહીં. કારકિર્દીની ટોચે થયેલા વજ્રાઘાતથી નાસીપાસ થવાને બદલે એણે એક જવાંમર્દની માફક સીમિત આયુષ્યમર્યાદા સ્વીકારતાં કહ્યું,
“અરે, હું કેટલો બધો ભાગ્યશાળી છું. મને ખ્યાલ છે કે હું કેટલું જીવવાનો છું અને આથી જ મને મારા શેષ આયુષ્યનાં આયોજન કરવાની અણમોલ તક મળી છે. હવે હું મારા જીવનની પ્રત્યેક પળનો પૂરેપૂરો, યથાર્થ ઉપયોગ કરી શકીશ.”
જિંદગીની જીવલેણ ઘટનાને આ સંશોધક-અધ્યાપકે આનંદભર્યા પડકાર રૂપે સ્વીકારી અને વિચારવા લાગ્યો કે દીર્ઘ આયુષ્ય ભોગવવા કરતાં તમે તમારા આયુષ્યકાળમાં અન્યને માટે કેટલું ઉપયોગી અને લાભદાયી જ્વન જીવ્યા છો, તે મહત્ત્વનું છે. રેન્ડી પાઉશે ક્ષણનાય વિલંબ વિના પોતાના જીવનનું આયોજન કરવા માંડ્યું.
ત્રણ બાળકોના પિતા એવા રેન્ડી પાઉશે જિંદગીની આ અગ્નિપરીક્ષા
અંતિમ વ્યાખ્યાન * 135