________________
બ્લોન્ડીન એક પછી એક અવનવાં સાહસો કરતો ગયો. ગોરીલાનો વેશ પહેરીને કે આંખે પાટા બાંધીને દોરડા પર ચાલવાના ખેલ કર્યા, છે કે ૬૮ વર્ષ સુધી આવા આશ્ચર્યજનક ખેલ કર્યા ! ૧૮૮૯માં લંડનના ઇલિંગ પરગણામાં એણે ઘર બાંધ્યું અને નામાભિધાન કર્યું ‘નાયગ્રા વીલા'.
પોતાના ૭૩મા જન્મદિવસ પૂર્વેની ૨૨મી ફેબ્રુઆરીએ મધુપ્રમેહને કારણે મોતને મુઠ્ઠીમાં લઈને જીવનારો આ માનવી સદાને માટે પોઢી ગયો. આજે ઇલિગ વિસ્તારમાં ‘બ્લોન્ડીન એવન્યુ’ અને ‘નાયગરા એવન્યુ' તથા બોઉમાં આવેલી ‘બ્લોન્ડીન સ્ટ્રીટ' આ સાહસવીરની યાદ ફરી જીવંત કરાવે છે.
મુઠ્ઠીમાં લીધું મોત • 133