________________
રાજકુંવરને વિનંતી પણ કરી હતી કે “આપ નામદારને મસ્તક પર ઊંચકીને હું ધોધ પસાર કરાવી શકું છું.” ત્યારે રાજકુંવરે જવાબ આપ્યો હતો,
“બ્લોન્ડીન, મને તમારી આવડત અને સાહસથી ખૂબ સંતોષ છે.”
એ પછી બ્લોન્ડીને એના પ્રશંસકોનાં ટોળાંને પ્રશ્ન કર્યો કે કોઈ સ્વેચ્છાએ એના ખભા પર બેસીને આ ધોધ પાર કરવા તૈયાર છે ખરા ? બાર જેટલા હિંમતવાન આગળ આવ્યા અને બ્લોન્ડીને એમાં સૌથી વધુ વજન ધરાવતા સ્થૂળકાય માનવીને પસંદ કર્યો અને એને ખભા પર બેસાડીને દોરડા પર ચાલવાનું શરૂ કર્યું. એની આ શક્તિ જોઈને પ્રિન્સ ઑવુ વેલ્સ બ્લોન્ડીનને પૂછ્યું, ‘તમારા સાહસની કોઈ મર્યાદા છે ખરી ?'
બ્લોન્ડીને પોતાના રહસ્યને પ્રિન્સ સમક્ષ પ્રગટ કરતાં કહ્યું, ‘હું કોઈ પણ સંજોગોમાં નીચે જોતો નથી. માત્ર જે ત૨ફ જવાનું હોય, તે તરફ આંખ સ્થિર રાખું છું. ધ્યેય જોઉં છું. અન્ય કશું દેખાતું નથી.’
આ પછી બ્લોન્ડીને કાખલાકડીથી અસાધારણ ખેલ શરૂ કર્યા. ધીરે ધીરે અંધારું ઊતરી રહ્યું હતું, પરંતુ એ આખુંય સ્થળ લાઇટથી પ્રકાશિત કરવામાં આવ્યું.
અગિયારસો ફૂટ લાંબા દોરડા પર બ્લોન્ડીન ઝૂલવા લાગ્યો. એ પાતળી કાખલાકડી પર એક પગ હવામાં વીંઝતો સમતોલનના ખેલ કરવા લાગ્યો.
એના આ ખેલ જોઈને કેટલાયના શ્વાસ ઊંચા થઈ ગયા હતા. કેટલીય મહિલાઓ મૂર્છા પામી હતી અને બાળકો ચીસાચીસ કરવા લાગ્યાં હતાં.
આ બધા અવાજોની વચ્ચે નાયગરાના ધોધનો પ્રચંડ અવાજ કશી વિસાતમાં નહોતો. એના એક પછી એક રોમહર્ષક ખેલો જોતાં પ્રિન્સ વ્ વેલ્સ પણ આશ્ચર્ય, ઉશ્કેરાટ અને આતુરતા અનુભવતા રહ્યા. એમના હોઠ આશ્ચર્યથી પહોળા થઈ ગયા હતા. બ્લોન્ડ્રીન ધીરે ધીરે આગળ વધતો ગયો અને એ જ્યારે નાયગરા ધોધ પાર કરીને નીચે ઊતર્યો, ત્યારે પ્રિન્સ વ્ વેલ્સ ચહેરા પરનો પરસેવો લૂછતાં ગણગણ્યા,
“હાશ, ભગવાનનો આભાર. ફરી આવો ખેલ ન કરતો.”
132 * જીવી જાણનારા