________________
| બ્લોન્ડીને પાંચ વર્ષનો હતો, ત્યારે એના ગામમાં આવેલી નૃત્યકાર અને બજાણિયાની મંડળી જોઈને એને દોરડા પર ચાલવાની પ્રેરણા થઈ. એક વર્ષમાં તો એ સંપૂર્ણ સમતોલન રાખતાં શીખી ગયો અને ત્યાર પછી એના ખમીરમાં એક એવી નિર્ભયતા ઉમરાઈ કે એ કશાય ડર વિના દોરડા પર ચાલનારો ખેલાડી બની ગયો. સમગ્ર યુરોપમાં એ “ધ લિટલ વન્ડર' તરીકે ઓળખાવા લાગ્યો અને પછી નિયન્સમાં ઇકો ડી જિગ્નેઝ નામની મંડળીમાં જોડાયો, કારણ કે એને એમ લાગ્યું કે અહીં એ વિશેષ તાલીમ મેળવી શકશે. દોરડા પર ચાલવામાં તો એણે કશું શીખવાનું નહોતું, પણ અહીં દોરડા ફરતા પગ વીંટળીને જીવન બચાવવાની કળા શીખ્યો. કોઈ કપરી પરિસ્થિતિ આવે, એકાએક અધવચ્ચે લથડી પડે અથવા તો પડવાની પરિસ્થિતિ પેદા થાય, ત્યારે એમાંથી બચાવ કઈ રીતે કરવો એની કળા શીખ્યો. પગની અતિ ત્વરિત પ્રતિક્રિયાત્મક કલામાં એ માહિર બની ગયો.
આ કલાનિપુણતાને કારણે જ એક વખત લંડનના સ્ટિલ પૅલેસમાં ઊંચા વાયર પર બ્લોન્ડીન પગ મૂકવાનું ચૂકી ગયો, ત્યારે એણે એના ઘૂંટણને દોરડા સાથે એવી રીતે ચોંટાડી રાખ્યા કે જમીનથી ૧૭૦ ફૂટ ઊંચે એનું જીવન ઊગરી ગયું. એ જ્યારે સાહસ કરવા જતો, ત્યારે પોતે કેટલી ઊંચાઈએ દોરડા પર ચાલી રહ્યો છે એનો વિચાર કરતો નહીં. એનું સાહસ જોવા માટે પ્રેક્ષકો
ક્યાં બેઠા છે એના તરફ ક્યારેય નજર પણ માંડતો નહીં. બસ, એના મનમાં સતત એક જ વિચાર રહેતો કે મારી આ કલા જોવા માટે પ્રેક્ષકોએ જેટલા પૈસા હોડમાં મૂક્યા છે અને એમાં તેઓ જે નીરખવાના છે, તે સરસ મજાનાં સ્વપ્નો લઈને આવ્યા છે, એનાથી વધુ એમને આપવું અને પુષ્કળ રોમાંચિત કરવા. કલાકારનું કર્તવ્ય છે પ્રેક્ષકોનું દિલ નિચોવીને મનોરંજન કરવાનું. બ્લોન્ડીન સદૈવ આ ભાવનાનું ચિંતન કરતો અને દર્શકોને થોડા વધુ આશ્ચર્યજનક ખેલો દર્શાવીને સ્વયં આનંદ પામતો. આને માટે અવનવાં સાહસો કરતાં કદી પાછી પાની કરતો નહીં ! નાયગરાનો ધોધ હોય કે બ્રિટનનો કોઈ ભવ્ય મહેલ હોય, પ્રત્યેક જગાએ એણે એવી યુક્તિ-પ્રયુક્તિઓ કરી કે લોકો એના પર ખુશખુશાલ થઈ જાય. બ્રિટનનું શાહી કટુંબ ફ્રાંસમાં જન્મેલા આ લોકપ્રિય સાહસવીરની કલાને
130 • જીવી જાણનારા