________________
સાહસિકતાનાં ગીતો ગવાવા લાગ્યાં અને મ્યુઝિક હૉલમાં એનાં પ્રશસ્તિગીતો, લોકપ્રિય તરજો ગુંજવા લાગી. એમાં પણ ફ્રાંસના સેન્ટ ઓમર પાસ ડી ક્લેઝમાં જન્મેલા અને મૂળ જેન ફ્રાનકૉસ ગ્રાવેલેટ નામ ધરાવતા આ ચાર્લ્સ બ્લોન્ડીને ઇંગ્લેન્ડને એવું તો ઘેલું લગાડ્યું કે એકસો જેટલી તરજો ધરાવતું બ્લોન્ડીનનું એક નવું ‘ધ બ્લોન્ડીન માર્ચ’ ગીત બ્રિટનમાં સર્વત્ર પ્રચલિત બન્યું. સ્વયે ઇંગ્લેન્ડના પ્રિન્સ ઑફ વૅલ્સને આ સાહસ નજરોનજર જોવાની તીવ્ર ઉત્કંઠા થઈ એટલે બ્લોન્ડીનનાં નૂતન સાહસનાં સ્વપ્નાં જાગી ઊઠ્યાં.
નાયગરા ધોધના પ્રચંડ જલપ્રપાત પર ૧૬૦ ફૂટ ઊંચે મજબૂત રીતે બાંધેલા દોરડા પર ચાલવાના ચાર્લ્સ બ્લોન્ડીનના આશ્ચર્યજનક કારનામાએ સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું.
જેની વાતને લોકોએ વાહિયાત માની હતી, કોઈએ એને બેવકૂફ, તો કોઈએ પાગલ અને મૂર્ખ કહ્યો હતો, એ ત્રણ સંતાનોના પિતા ચાર્લ્સ બ્લોન્ડીને પોતાની કલાથી એક નવી સિદ્ધિ હાંસલ કરી. મનિલામાં તૈયાર થયેલા દોરડાને ખેલ માટે વાપરનાર બ્લોન્ડીન ‘પ્રિન્સ ઑફ મનિલા' તરીકે ઓળખાવા લાગ્યો.
૧૮૬૧માં લંડનમાં એણે ક્રિસ્ટલ પેલેસમાં પોતાના ખેલો બતાવીને લાખો લોકોને રોમાંચિત કર્યા. બ્રિટનમાં એવો છવાઈ ગયો હતો કે સ્ટિલ પેલેસમાં એના ખેલ જોવાની એક પતિએ એની પત્નીને ધરાર ના પાડી, તો એ સ્ત્રીએ કૅમ્સ નદીમાં ઝંપલાવ્યું હતું. એણે ઉત્કૃષ્ટ સાહસ તો ઇંગ્લેન્ડના લિવર પુલમાં સાહસની પરાકાષ્ઠા બતાવી. આ ખેલ સમયે સ્ટિલ પૅલેસમાં નાયગરા ધોધનું પશ્ચાદ્દશ્ય ખડું કરવામાં આવ્યું. વળી આ સમયે પોતાની પુત્રી એડેલને સાથે લઈને દોરડા પર દિલધડક ખેલો બતાવ્યા હતા. આ કુશળ કલાબાજ પોતાના ખેલમાં નાટ્યાત્મક પરિસ્થિતિ સર્જીને રોમાંચ સર્જવામાં અતિ નિપુણ હતો.
એ પછી જમીનથી ૧૭૦ ફૂટ ઊંચે એક કદાવર સિંહને ખુરશી પર. બેસાડીને દોરડા પર પાંચસો ફૂટ અંતર કાપવાની એણે જાહેરાત કરી. ત્રણસો રતલ વજન ધરાવતા ટૉમ સોયર નામના કદાવર સિંહને ખુરશી પર. બેસાડવામાં આવ્યો. એ ખુરશી ઊંચકીને બ્લોન્ડીન દોરડા પર આગળ વધતો
128 • જીવી જાણનારા