Book Title: Jivi Jananara
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 135
________________ વાનગી રાંધવાનો અને આરોગવાનો પણ ખેલ કરી બતાવ્યો. - ૧૯મી ઓગસ્ટે એણે એની એક કલ્પના પૂર્ણ કરી. એની ઇચ્છા હતી કે પોતે દોરડા પર ચાલતો હોય, ત્યારે ખભા પર કોઈ માણસને બેસાડીને ચાલે. આને માટે કોણ તૈયાર થાય ? આખરે એણે એના મેનેજર હેરી કોલકોર્ડને તૈયાર પોતાના મૅનેજર હૅરી કોલકોને ખભા પર બેસાડી કર્યો. એને એણે દોરડા પર નાયગરા પાર કરતો બ્લોડિન પોતાના ખભા પર બેસાડ્યો. વિશાળ જનમેદની બ્લોન્ડીનની આ સિદ્ધિ જોતી હતી, ત્યારે બ્લોન્ડીને વળી નવો એક ખેલ રચ્યો. જાણે પોતે પડી જતો હોય એવો દેખાવ કર્યો. જનમેદનીમાં મોટો રોમાંચ જગાડ્યો અને એ સમયે નાયગરા ધોધની બંને બાજુએ રહેલા પાદરીઓએ ખેલ પૂર્ણ થતાં આ સાહસવીરની પ્રશસ્તિ ગાઈ. અમેરિકન નગરજનોએ એને એક સુવર્ણચંદ્રક આપ્યો અને આ રોમાંચકારી ઘટનાઓનું આલેખન કરતાં પત્રકારોએ એને સુવર્ણની છડી ધરાવતી ચાલવાની લાકડી ભેટ આપી. બ્લોન્ડીનના સાહસોની ઘટનાઓ બ્રિટન અને યુરોપનાં સમાચારપત્રોમાં પ્રકાશિત થવા લાગી. બ્લોન્ડીનની મુઠ્ઠીમાં લીધું મોત • 127

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160