Book Title: Jivi Jananara
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 139
________________ જોવા માટે ૧૮૬૦ના સપ્ટેમ્બરમાં કૅનેડાના દૂરના એક નાનકડા ગામડામાં આવ્યા. બ્રિટનનો શાહી પરિવાર એમના આધિપત્ય હેઠળના કૅનેડા દેશમાં પધારે, એ સ્વયં એક ઐતિહાસિક ઘટના બની રહી. આ સમયે બ્લોન્ડીનનું અભિવાદન કરતા તિરંગા ધ્વજ ફરકી રહ્યા હતા. બીજી બાજુ હજારો પ્રેક્ષકો આ જોવા માટે હેમિલ્ટન આવી પહોંચ્યા. અહીંથી એકસો માઈલ દૂર આવેલા લેક એન્ટોરિયાના કિનારેથી બ્લોન્ડીન ખેલનો પ્રારંભ કરવાનો હતો. અમેરિકાના ડેટ્રોઇટ, ન્યૂયૉર્ક અને બફેલો શહેરથી ડઝનબંધ ખાસ ટ્રેનો દોડાવવામાં આવી હતી. આ સમગ્ર વિસ્તારનાં કારખાનાંઓ એ દિવસે બંધ રહ્યાં. જાહેર રજાનો આનંદ માણતા લોકો પણ આ સાહસવીરના કૌશલ્યને જોવા માટે એકત્રિત થયા. નાયગરાના ધોધની આજુબાજુની સુંદર વનરાઈઓમાં અનેક કુટુંબો જાણે ઉજાણીએ આવ્યાં હોય તેમ ઊભરાઈ રહ્યાં હતાં. ચતુર સેલ્સમેનો નાયગરાના પાણીની બૉટલો લઈ એમાં રહસ્યમય શક્તિ છે' એવો પ્રચાર કરતા અહીં-તહીં એ બૉટલો વેચી રહ્યા હતા. - ઇંગ્લેન્ડની સત્તાનો સુર્ય કૅનેડાની ધરતી પર ચમકતો હતો. આજે પ્રિન્સ આવુ વેલ્સની હાજરીથી રાષ્ટ્રમાં એક નવીન ઉત્સાહનો સંચાર થયો. લાલ, સફેદ અને વાદળી રંગનો યુનિયન જેક ઠેર ઠેર ફરકતો હતો અને પ્રત્યેક આવાસો મહારાણી વિક્ટોરિયાનાં ચિત્રોથી સુશોભિત અને શણગારેલા હતા. અમેરિકાની સરકારે પણ પ્રિન્સ ઑવ્ વેલ્સના આગમનને વધાવી લીધું હતું. ૧૮૮૨ના યુદ્ધની સ્મૃતિ હજી તાજી હતી, તેમ છતાં અમેરિકાએ પ્રિન્સને આદર આપવામાં કશી ઊણપ રાખી નહીં. કેનેડાનાં પ્રત્યેક રાજ્યોમાં લહેરાતા યુનિયન જેક સાથે પ્રિન્સ ઑવ્ વેલ્સ આ સ્થળે આવ્યા, ત્યારે બ્લોન્ડીને આનંદ સાથે સાહસનો શુભારંભ કર્યો. રોમન માઉન્ટન નામના પોતાના મૅનેજરને ખભા પર બેસાડ્યો. અધવચ્ચે પહોંચીને એ હાથ ઊંચા કરીને ઊભો રહ્યો, ત્યારે વિરાટ જનસમૂહે એને તાલીઓથી વધાવી લીધો. નીચે ધોધનું પાણી ધસમસતું વહેતું હતું અને એ એકસો સાઈઠ ફૂટની ઊંચાઈએ આ ખેલ બતાવતો હતો. એણે બ્રિટનના મુઠ્ઠીમાં લીધું મોત • 131

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160