________________
આનંદભેર બૂમો પાડતા લોકોની તસવીર ઝડપી. જોકે દોરડું એટલું બધું ઝુલતું હતું કે પોતાની નૅગેટિવ પર લીધેલો ફોટો નકામો ગયો. ત્યારપછી શાંતિથી ફરી કૅમેરાને પીઠ પર બાંધ્યો. તેના વાંસને છોડ્યો અને કૅનેડાના કિનારા તરફ જવાનું ચાલુ રાખ્યું.
એ અમેરિકા તરફ જેટલી ઝડપે ગયો હતો, એના કરતાં ઘણી વધુ ઝડપે એ કૅનેડા તરફ પાછો ફર્યો. આ સમયે કૅનેડાના ઓન્ટોરિયો પ્રાંતના ઑન્ટોરિયો સરોવરની બરાબર વચ્ચે
આવેલા આ ધોધ પર ચુસ્ત દોરડા પર ચાલીને બ્લોન્ડીન કૅનેડાના કિનારા પર
પહોંચ્યો. વિશાળ જનમેદનીએ એને તાલીઓના ગગનભેદી હર્ષનાદોથી વધાવી લીધો અને એથીય વધુ છેક દૂર દૂરથી આવેલા લોકોએ વિશ્વમાં પહેલી વાર સર્જાયેલી આ સિદ્ધિને પુનઃ નીરખવા માટે વન્સ મોર’ની માગણી કરી.
પર
કૅનેડાના કિનારા પર ખુરશીને દોરડા સમતોલ રાખીને ચાલતો બ્લોન્ડીન
બ્લોન્ડીને હવે વળી એક નવા સાહસનું ઉમેરણ કર્યું. એણે પોતાની સાથે એક ખુરશી લીધી અને એ ખુરશીને દોરડા પર સમતોલ રાખીને એના પર બેઠો. નીચે પાણીનો ભયાવહ ધસમસતો પ્રવાહ વહેતો હોય, એનાં ઊછળતાં મોજાંઓની ગર્જના સંભળાતી હોય, જલપ્રપાતની ઝડપ આંખોને આંજી દેતી હોય એવે સમયે આ ધોધ પર ઊંચે બાંધેલા દોરડા પર બ્લોનીને પોતાની ખુરશી બરાબર સમતોલ રાખી, એથીય વધુ આશ્ચર્યની ઘટના એ બની કે બ્લોન્ડીન ખુરશી પર બિરાજમાન થયો અને નાયગરાના ધોધનું મનભર દૃશ્ય આંખોથી પીવા લાગ્યો.
મુઠ્ઠીમાં લીધું મોત + 125