________________
બાંધવું પડ્યું. આ અભૂતપૂર્વ ઘટનાને જોવા માટે એક લાખ જેટલી જનમેદની એકઠી થઈ હતી. ચોતરફ ઉત્સાહ અને આતુરતાનો મહાસાગર ઊછળતો હતો, બધાના મુખમાં બ્લોન્ડીનની વાતો જ ચર્ચાતી હતી. કોઈ કહેતું કે આજે જીવનમાં અવિસ્મરણીય બને તેવી ઘટના નજરોનજ ૨ નિહાળવા મળશે, તો કોઈ ધારતું હતું કે દોરડા પરથી નાયગરાના ધોધને જોઈને જ બ્લોન્ડીન સાહસ માંડી વાળશે અને બ્રિટન ભેગો થઈ જશે.
| બ્લોન્ડીન આવ્યો, ગગનભેદી ચિચિયારીઓથી એનું સ્વાગત થયું. એણે દોરડાના ટેકાઓ બરાબર તપાસ્યા અને ચુસ્ત દોરડા પર ચાલતી વખતે સમતોલન માટેનો વાંસ ઊંચકીને બ્રિટિશ સામ્રાજ્યના પ્રભુત્વ હેઠળના કેનેડાના બ્રિટિશ પ્રોવિન્સ તરફથી ધીમા પગલે મુસાફરી શરૂ કરી.
લગભગ અડધા રસ્તે પહોંચ્યા બાદ ત્રણ ઇંચ જાડા દોરડા પર થોડી વાર ઊભો રહ્યો. વળી થોડી વાર એક પગે ઊભો રહ્યો. આ દોરડું થોડુંક ઢાળવાળું બનાવ્યું હોવાથી વચ્ચે એની ઊંચાઈ માત્ર સાઈઠ ફૂટ હતી, જાણે કોઈ ઢોળાવ પરથી ઊતરતો હોય એ રીતે વાંસ લઈને દોરડા પરથી ઊતરવા લાગ્યો.
અડધે રસ્તે આવ્યા બાદ એણે નાયગરાના ધોધના રમણીય પ્રકૃતિ દૃશ્યને નિહાળ્યું અને પછી સામેના કિનારા તરફ વળીને એ ઊંધે માથે થઈ ગયો. દોરડા પર અનેક પ્રકારના ખેલ બતાવીને એ કિનારે ઊતર્યો, ત્યારે બૅન્ડની ટુકડીએ લા મર્સિલીઝ ગીતથી એની સિદ્ધિનું અભિવાદન કર્યું. દર્શકોની મેદની નાયગરા ધોધ પર ચાલનાર આ સૌપ્રથમ સાહસવીરને નજીકથી નીરખવા માટે દોડી, કારણ કે એ તરત જ આ સાહસનું પુનરાવર્તન કરવાનો હતો.
જનમેદનીએ આકાશમાં છવાઈ જાય એટલો હર્ષધ્વનિ કર્યો. એણે જનમેદનીને કહ્યું હતું કે કોઈ સ્વયંસેવક તૈયાર થાય તો એને ખભા પર લઈને આ નાયગરા પાર કરવા માગે છે, પરંતુ મોતના મુખમાં હાથ નાખવા માટે કોઈ આગળ આવ્યું નહીં. ફરી ચુસ્ત દોરડા પર બ્લોન્ડીન દેખાયો. આ સમયે એણે એની પીઠ પર ત્રણ પગવાળા સ્ટેન્ડ સાથે એક કૅમેરો બાંધ્યો હતો. કિનારાથી બસો વારના અંતરે એ અટક્યો. હાથના વાંસને દોરડા સાથે સજ્જડ રીતે બાંધીને કેમેરા ખુલ્લો કર્યો અને કેનેડા તરફના કિનારે હાથ ઊંચા કરીને
124 * જીવી જાણનારા