________________
ઓહ ! આ તો કેવું અપ્રતિમ સાહસ. ખુરશી સહેજ ડગમગે તો શું થશે? દોરડા પર ચાલવું એ જ સામે ચાલીને મોતને નિમંત્રણા, એમાં વળી આવી રીતે દોરડા પર ખુરશી મૂકીને બેસવાનું દુઃસાહસ શા માટે ? અરે ! સહેજ ખુરશી આમતેમ ડગી ગઈ, તો બ્લોન્ડીનને માટે જલસમાધિ સિવાય બીજું કશું નહોતું. આ દૃશ્ય નિહાળીને કેટલીય સ્ત્રીઓ મૂચ્છ પામી ગઈ. જનમેદની સ્તબ્ધ આંખે આ જોઈ રહી અને આ બજાણિયાના એક પછી એક ખેલોથી મંત્રમુગ્ધ થતી રહી.
આ અભુત ખેલો જોવા માટે હજારો મુલાકાતીઓ અને અમેરિકન સહેલાણીઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા. ન્યૂયૉર્કના એક હોટલમાલિકે એના ઘણા નિયમિત ગ્રાહકો ગુમાવ્યા, કારણ કે એ બધા એની હોટલમાં આવવાને બદલે નાયગરાના કિનારે પહોંચી ગયા હતા. આ હોટલમાલિકે બ્લોન્ડીન અને એનાં કરતબોને જાહેરમાં વખોડતાં કહ્યું,
આ બ્લોન્ડીન તો એક તરકટી અને છેતરપિંડી કરનાર માનવી છે. એ કાલ્પનિક વ્યક્તિ છે , હકીકતમાં નાયગરાનો ધોધ ઓળંગાયો નથી અને એને ઓળંગવા એણે કશો પ્રયત્ન કર્યો નથી. આ બધું તો એણે રચેલી માયાજાળ
હોટલમાલિકના આક્ષેપનો એણે પોતાની રીતે લાક્ષણિક જવાબ આપ્યો અને ચોથી જુલાઈએ ફરી નાયગરા પાર કરવાની જાહેરાત કરી. ચોથી જુલાઈ એ અમેરિકાનો સ્વાતંત્રદિન હોવાથી એને વળી અદકેરું મહત્ત્વ મળ્યું. આ દિવસે ત્રીસ હજારની જનમેદની સમક્ષ એણે નાયગરાનો ધોધ પસાર કર્યો. વળતાં વળી એ કે એણે નવું સાહસ આદર્યું. એ બંધ હાથે પાછો ફર્યો, એટલું જ નહીં પણ એણે એના કાંડા પર અને માથા પર ભારે વજનની કોથળીઓ બાંધી હતી.
આ સિદ્ધિને બારેક દિવસ વીતી ગયા એટલે એણે એક પૈડાંવાળી ગાડી ગબડાવતાં ગબડાવતાં નાયગરા ધોધને પાર કર્યો. બસ, પછી તો એણે એક પછી એક આશ્ચર્યજનક ખેલો કરી બતાવ્યા. દોરડા પર ઊંધે માથે રહેવાનો, વાંકા વળીને ઊભા રહેવાનો, હાથ સ્થિર રાખવાનો, અધવચ્ચે ઊભા રહીને
126 * જીવી જાણનારા